@mohsin dal, godhara
હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ ઘી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકના એ.ટી.એમ.ને ગત મોડીરાત્રીએ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક યુવાન દ્વારા એ.ટી.એમ.માં ઘુસી પથ્થર વડે એ.ટી.એમ. તોડી રોકડ રકમની ચોરી કરવાની નિષ્ફળ પ્રયાસની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં એક યુવાને એ.ટી.એમ.માં ઘુસી રોકડ રકમ ચોરવાના ઇરાદે એ.ટી.એમ. મશીનને પથ્થર વડે તોડવાનો પ્રયાસ કરતા બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી સી.સી.ટી.વી. ફૂટેજમાં આધારે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ ધી. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંક આવેલી છે જે બેંકની બહારની ભાગે બેંકનું એ.ટી.એમ. પણ આવેલ છે.જે એ.ટી.એમ.ને ગઈકાલે મોડીરાત્રે નિશાન બનાવી એક યુવાન એ.ટી.એમ.માં ઘૂસ્યો હતો અને એ.ટી.એમ.ના મશીનને તોડવાની નિષ્ફળ કોશિષ કરી રોકડ રકમની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં પથ્થર વડે એ.ટી.એમ.ને તોડવાની કોશિશ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.જે બનાવ અંગેની જાણ સવારના સુમારે ધી.પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકના બ્રાન્ચ ઇન્ચાર્જ તેમજ જનરલ મેનેજરને થતા તેઓ એ.ટી.એમ. રૂમમાં દોડી આવ્યા હતા અને તપાસ કરતા એ.ટી.એમ.નું ડોમેસ્ટિક ડોર તુટેલી હાલતમાં હતું.
એ.ટી.એમ. રૂમના દરવાજા પાસે એક પથ્થર પડેલો હતો જેમાં પથ્થર વડે એ.ટી.એમ.ને તોડી રોકડ રકમની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું જોવા મળ્યું હતું જેમાં બેંકના ડિસ્ટ્રિક્ટ જનરલ મેનેજર અને બ્રાન્ચ ઇન્ચાર્જની હાજરીમાં એ.ટી.એમ. મશીનનું કેશ બોક્ષ ખોલીને તપાસ કરાતા અંદરથી કોઈ પ્રકારની રોકડ રકમની ચોરી થઈ ન હતી. એ.ટી.એમ.ની મજબૂતાઈને કારણે એ.ટી.એમ.નું કેશ બોક્ષ તૂટવા પામ્યું ન હોવાના કારણે એ.ટી.એમ. તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર અજાણ્યો ચોર ઇસમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જ્યારે બનાવને અનુલક્ષીને એ.ટી.એમ.માં આવેલ સી.સી.ટી.વી. કેમેરામાં ચેક કરવામાં આવ્યા હતા જેમાં એક યુવાન દ્વારા એ.ટી.એમ.માં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની સમગ્ર ઘટના બેંકના એ.ટી.એમ.ના સહિતના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જેમાં એક યુવાન એ.ટી.એમ.માં ઘૂસી એ.ટી.એમ.ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતો અને એ.ટી.એમ. ન તૂટતા એ.ટી.એમ.માંથી ફરાર થઈ જતો સી.સી.ટી.વી. કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યો હતો. જ્યારે આ બનાવ અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી એ.ટી.એમ. રૂમ સહિત આસપાસ તપાસ કરી હતી જ્યારે બનાવ અંગે ધી. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકના બ્રાન્ચ ઇન્ચાર્જ માનસીબેન ઘનશ્યામભાઈ પટેલે હાલોલ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ સામે એ.ટી.એમ. તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.