સરકારી નોકરીમાં નકલી ભરતી કૌભાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતીમાં કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે.
યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે, કેતન શાહ અને રણજીત ઓડ નામના વ્યક્તિઓએ રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે. આ મામલે નકલી ભરતીના પીડિતોએ પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ફરિયાદ ના લેતા પીડિતો દ્વારા કોર્ટમાં કલમ 156(3) હેઠળ ફરિયાદ માટે અરજી કરવામા આવી છે.
એટલું જ નહીં યુવરાજ સિંહે કેતન શાહ અને રણજીત ઓડનો મોટા રાજકીય નેતાઓ સાથે ધરોબો હોવાનો દાવો કરી નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ દાવો કર્યો છે. 35 લાખ રૂપિયા લઇ પીએસઆઈની ભરતીમાં નોકરી અપાવવાનો પણ યુવરાજ સિંહે મોટો દાવો કર્યો છે. યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આ બંન્ને આરોપીઓ અમિત શાહ, હર્ષ સંઘવી તથા સી.આર.પાટીલ સહિતનાં મોટા રાજકીય નેતાઓ સાથે ઘરોબો હોવાનો દાવો કરીને નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હતા.
મહત્ત્વની વાત તો એ છે કે, 14 પીડિત વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી કરાયાનો આક્ષેપ કરવામા આવ્યો છે. યુવરાજસિંહે આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, સરકારી ભરતીમાં સીધું સેટિંગ કરવું, ડમી ઉમેદવાર બેસાડવામાં પણ સેટિંગ કરવામાં આવ્યું છે તથા રેલવેની નોકરીઓમાં પણ સેટિંગ કરી રહ્યા છે જેના તમામ પુરાવા અને ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે.
Couple Moment: લાઈવ મેચ દરમિયાન કેમેરાના ખોટા એંગલથી ફસાયું કપલ, ખાનગી ક્ષણ થઇ કેદ
માતા સીતાએ પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો છે, હવે આ શહેર વિશ્વનું સૌથી પવિત્ર અને વિકસિત શહેર બનશે
To join our whatsaap group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3