દેશની રાજધાની દિલ્હીના શાહદરા જિલ્લાના વિવેક વિહાર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. આગમાંથી 12 બાળકોને બચાવી લેવાયા હતા.ઘટના સમયે હોસ્પીટલમાં 12 નવજાત શિશુઓ હજાર હતા. જેમથી 6ના મોત થયા છે. જ્યારે 6 ની હાલત ગંભીર છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત શિશુઓને બચાવી લેવાયા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન છના મોત થયા હતા. વેન્ટિલેટર પર રહેલા અન્ય છ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત પણ નાજુક છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે લગભગ 11:32 વાગ્યે દિલ્હીના શાહદરા વિસ્તારમાં IIT બ્લોક બી, વિવેક વિહાર સ્થિત બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બાળ સંભાળ કેન્દ્રમાં બાળકો અને સ્ટાફ હાજર હતો.
ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગમાં ફસાયેલા સ્ટાફ અને નવજાતને બચાવવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં તમામને બચાવી લેવામાં આવ્યા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન છ નવજાત બાળકોના મોત થયા હતા.
ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર સહિત ત્રણ માળની ઈમારત સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી એક વાન પણ સંપૂર્ણપણે બળી ગઈ હતી. ઘટનાસ્થળે ધમાલ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.
હોસ્પિટલની બહાર સગા-સંબંધીઓની ભીડ, બિલ્ડિંગની પાછળની બારી તોડીને નવજાતને બહાર કાઢવામાં આવ્યા હતા શાહદરા જિલ્લાના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગતાની સાથે જ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘોંઘાટ વચ્ચે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. થોડી જ વારમાં આગ ઉપરના માળે લપેટમાં આવી જતાં લોકોએ પોલીસ અને ફાયર વિભાગ સાથે મળીને બિલ્ડિંગની પાછળની બારી તોડી નાખી અને કોઈક રીતે નવજાત બાળકોને એક પછી એક બહાર કાઢ્યા.
બાદમાં તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન છ નવજાત બાળકોના મોત નિપજ્યા હતા. છની હાલત નાજુક છે.