મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. આખો દેશ આજે રાષ્ટ્રપિતાને યાદ કરી રહ્યો છે, તેમના બલિદાનને નમન કરી રહ્યું છે. 15 ઓગસ્ટ, 1947માં આઝાદીના 5 મહિના બાદ 30 જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે બિરલા હાઉસમાં પ્રાર્થના સભા માટે જતા હતા આ દરમિયાન નાથૂરામ ગોડસેએ 3 ગોળીઓ મારી હતી. હે રામ કહેતા બાપૂએ અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસે આ મામલે તપાસ કરતા મર્ડરનો કેસ નોંધ્યો હતો અને બાપૂના હત્યારાને સજા સંભળાવી હતી પરંતુ શું તમે જાણો છો કે બાપૂના મર્ડર કેસમાં ગોડસે સહિત 12 આરોપી હતા, જેમાંથી 7ને સજા સંભળાવવામાં આવી હતી. એકને છોડવામાં આવ્યો હતો અને એક આરોપીની સજાને માફ કરવામાં આવી હતી. જ્યારે 3 આરોપીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
સ્પેશ્યલ કોર્ટમાં થઇ કેસની સુનાવણી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મર્ડર કેસની સુનાવણી દિલ્હીમાં લાલ કિલ્લા સ્થિત વિશેષ કોર્ટમાં થઇ હતી. 4 મે, 1948માં બોમ્બે પબ્લિક સિક્યુરિટી મેજર્સ એક્ટ 1947ની કલમ 10 અને 11 હેઠળ સ્પેશ્યલ કોર્ટ બનાવવામાં આવી હતી.
મર્ડર કેસના આરોપી અને દોષી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મર્ડર કેસમાં નાથૂરામ ગોડસે સહિત 12 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. નાથૂરામ ગોડસે, નારાયણ ડી આપ્ટે અને વિષ્ણુ કરકરેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. મદન લાલ કે પાહવા, શંકર કસિત્યા, ગોપાલ ગોડસે અને દત્તાત્રેય પરચુરેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
કેસ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો
- હત્યાનો દિવસ અને તારીખ- શુક્રવાર, 30 જાન્યુઆરી, 1948
- FIR નોંધાઇ- 30 જાન્યુઆરી, 1948 સાંજે 5 વાગીને 17 મિનિટ
- FIR કોને નોંધાવી- તુગલક રોડ દિલ્હીના નંદલાલ મહેતાએ
- પોલીસ ચાર્જશીટ- 27 મે, 1948
- સાક્ષીની સંખ્યા- 149
- FIRમાં કઇ કલમ નોંધવામાં આવી- CRPCની કલમ 302, 120બી, 109, 114 અને 115, વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ
- 3,4,5 અને 6, આર્મ્સ એક્ટની કલમ 19
- કેસ શરૂ થયો- 22 જૂન, 1948માં
- સાક્ષી-પુરાવાની તપાસ- 6 નવેમ્બર 1948માં પૂર્ણ થઇ
- ચુકાદો સંભળાવવામાં આવ્યો- 10 ફેબ્રુઆરી, 1949
- ચુકાદો સંભળાવનાર જજ- જજ આત્મા ચરણ
- ચુકાદાની કોપી- 27 અધ્યાય, 110 પેજ
- જમશેદ દોરાબ નાગરવાલા હતા તપાસ અધિકારી
મીડિયા રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મર્ડર કેસની તપાસ જમશેદ દોરાબ નાગરવાલાએ કરી હતી. તે સમયે મુંબઇ પોલીસની સ્પેશ્યલ બ્રાંચના ડેપ્યુટી કમિશનર હતા, જે બાદમાં IG બન્યા હતા, તેમણે હૉકી ઇન્ડિયા ફેડરેશનની અધ્યક્ષતા પણ કરી હતી. જમશેદ દોરાબ નાગરવાલા હિન્દૂ કે મુસ્લિમ નહતા માટે કેસની તપાસ તેમણે સોપવામાં આવી હતી.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગુજરાતમાં દત્તક લીધેલા બાળકની હત્યા કરી કપલ લંડનમાં કરતું હતું મોજ, હવે કરોડોના કોકેન કેસમાં ઝડપાયું
36 સેકન્ડમાં હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ યુએસમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું ભયાનક મોત
અલ્લુ અર્જુનની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, ‘પુષ્પા 2’ના મેકર્સે આપ્યું મોટું અપડેટ