અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભ બાદ 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેમાં 45 જાનૈયાઓ સાથે નવવધુને પણ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે. તેમાં ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેમાં રાજપીપળાથી જાન આવી હતી. અને અમદાવાદથી પરત જતી વખતે બસમાં જાનૈયાઓની તબિયત લથડી હતી.
કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ બુથ પાસે આ ઘટના બની હતી. જેમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા જતા સમયે નડિયાદ પાસે બસમાં સવાર જાનૈયાઓની તબિયત બગડતાં નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી બસ ઊભી રાખી 108 ને જાણ કરવામાં આવી હતી. જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઇઝીનિંગ થયુ હતુ. દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર છે.
મધરાતે ભોજન સમારંભ બાદ બાદ ખોરાકી ઝેરની અસર જોવા મળી છે. તેમાં અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી હતી. જેમાં કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી ઊભી રાખી 108 બોલાવી હતી. જેમાં ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડાયા હતા. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા. જેમાં ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાતા ઘટના બની હતી. ફુડ પોઈઝનિંગ થતાં જાનૈયાઓને એલ.જી.હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં 5 દર્દીઓને એલ.જી હોસ્પિટલ લવાયા તેમજ ઘટનાને પગલે હોટેલ પર તાળા મારી સંચાલકો ફરાર થયા છે.
સેલ્ફીના ચક્કરમાં ગયો જીવ, ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થતા મહિલાનું મોત
બોલીવુડમાં પણ હિન્દુત્વનો જુવાળ
આ વર્ષે ભીષણ ગરમી પડવાની શક્યતા..વસંત ઋતુ પછી આકરી ગરમીની હવામાન વિભાગની આગાહી..