ભારતના ચંદ્રયાન-3 (chandrayan-3) ની સફળતા માટે વિશ્વભરમાંથી પ્રાર્થનાના (prayeres) દોર શરૂ થઈ ગયા છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં પણ પ્રાર્થના અને પૂજા-અર્ચના થઈ રહી છે. એટલું જ નહીં વિવિધ સ્થળો પર ચંદ્રયાન3ની (chandrayan-3) સફળતા માટે હવનનું પણ આયોજન કરાયું છે. મંદિરથી લઈને મસ્જિદ સુધી હાલ મિશન ચંદ્રયાનની (chandrayan-3) ધૂમ જોવા મળી રહી છે. અમદાવાદ સહિત ઠેરઠેર સ્કૂલોમાં પણ લાઈવ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવાનો પણ આ એક અનેરો અવસર છે.
પુણના સિદ્ધિવિનાયક મંદિરમાં શિવસેનાના કાર્યકર્તાઓએ પૂજા અર્ચના કરી છે. બાબા રામદેવે પણ ચંદ્રયાન3ની સફળતા માટે હવનનું આયોજન કર્યું છે.
#WATCH | Uttarakhand: Yog Guru Ramdev performs puja in Haridwar for the success of the Chandrayaan-3 mission. pic.twitter.com/JkYK6xe1Fb
— ANI (@ANI) August 23, 2023
તમિલનાડુના રામેશ્વરમ અગ્નિ તીર્થમ પુજારી કલ્યાણ સંઘના પુજારી ચંદ્રયાન3ની સફળ લેન્ડિંગ માટે અગ્નિત્રી્થમ સમુદ્ર તટે પ્રાર્થના કરી રહ્યા છે.
#WATCH | International Sand Artist Sudarsan Pattnaik creates a miniature sand sculpture at Denver, Colorado in the US, for the successful lunar landing of Chandrayaan-3. pic.twitter.com/Nu4AXshPGm
— ANI (@ANI) August 23, 2023
ISROએ કહ્યું છે કે ચંદ્રયાન 3 મિશન તેના શેડ્યૂલ મુજબ ચાલી રહ્યું છે. ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ કરવા માટે પ્રક્રિયા આજે સાંજે 5:45 વાગ્યે શરૂ થશે. ઈસરો તરફથી આની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
#WATCH | Tamil Nadu | Priests from Rameswaram Agni Theertham Priests Welfare Association offer prayers at the Agni Theertham beach for the successful lunar landing of Chandrayaan-3. pic.twitter.com/stZFNooQlX
— ANI (@ANI) August 23, 2023
ચંદ્રયાન-3 ના ઉતરાણના સમયની 15 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમગ્ર મિશનની સખત મહેનત આના પર નિર્ભર છે. લેન્ડિંગ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. લેન્ડરે તેના એન્જિનને યોગ્ય સમયે અને ઉંચાઈ પર છોડવા પડે છે. તેણે યોગ્ય માત્રામાં ઇંધણનો ઉપયોગ કરવો પડશે. છેલ્લી 15 મિનિટમાં, ઓનબોર્ડ સોફ્ટવેર તમામ નિર્ણયો લે છે.
#WATCH | Maharashtra | Workers of Shiv Sena offer prayers at Shree Siddhivinayak Mandir in Pune for the successful lunar landing of Chandrayaan-3. pic.twitter.com/HipFsuzv1O
— ANI (@ANI) August 23, 2023
ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર ઉતરશે જ્યાં માત્ર પર્વતો છે. આ વિસ્તારમાં પાણી અને ખનિજો મળવાની સંભાવના છે. લેન્ડિંગ પછી લેન્ડર વિક્રમ કાર્યરત થઈને સિગ્નલ આપશે. એ પછી રેમ્પ ખુલતા પ્રજ્ઞાન રોવર રેમ્પ પરથી ચંદ્રની સપાટી પર આવશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
read more