Rain : ગુજરાત વિવધિવત શરૂઆત થઇ ચુકેલી છે. સિઝનનો પહેલો વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. ખેડૂતો પણ આનંદમાં આવી ગયા છે. પરંતુ ખરી મુસીબત શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે થઇ છે. ગુજરાત માં મોટાભાગના શહેરોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા , ખાડા પાડવા જેવી સમસ્યાઓ સામાન્ય બનતી જાય છે. આજે પડેલા વરસાદમાં મોડાસા શહેરમાં પણ આવા આજ હાલ થયા હતા. સામાન્ય વરસાદમાં બજાર વિસ્તારમાં 1 થી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા.
મદાસ શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું. ધોધમાર વરસાદ વરસતા મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા હતા. મોડાસા નગરના મુખ્ય ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી નોસમનો કરવો પડ્યો હતો.
મોડાસા નગરના મુખ્ય ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા pic.twitter.com/jS52Ignhng
— 1nonlynews.com (@1nonlynews) June 29, 2023
ઘૂંટણ સમાં પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોનીલંબી લાઈનો લાગી હતી. તોઅનેક વાહનોમાં પાણી ભરાઈ જતા અટવાઈ ગયા હતા. મોડાસાની નીચાણવાળા વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં વરસાદી પાણી પાણી ભરાઈ ગયા હતા. મોડાસા તેમજ ગ્રામીણ પંથકમાં વરસાદ નોંધાયો હતો.
Manipur Violence: મણિપુરમાં ‘કુકી’ અને ‘મીતેઈ’ વચ્ચે હિંસાનું કારણ શું છે?
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ