@ સચિન પીઠવા, સુરેન્દ્રનગર
વિશ્વ રકતદાન દિવસ નિમિતે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગર દ્રારા ગાંધી હોસ્પીટલ ખાતે ‘રકતદાન કેમ્પનું’ આયોજન કરવામાં આવ્યું હતુ.
રકતદાન કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આશા બહેનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રકતદાન કરવામાં આવતા અંદાજિત ૫૦ બોટલ રકત એકત્રિત થયું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી.ગોહિલ અને આર.સી.એચ.ઓ. ડો. પી. કે. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ યોજાયેલ રકતદાન કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.હર્ષદ પ્રજાપતિ, જિલ્લા પ્રોગ્રામ ર્કો-ઓર્ડીનેટર દેવાગભાઇ રાવલ અને તમામ તાલુકાના સુપરવાઇઝર દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રકતદાન કરવા માટે શપથ લેતાં આરોગ્ય કર્મચારીઓએ ખરેખર રકતદાન મહાદાનના સૂત્રને ચરિતાર્થ કર્યું હતું.