સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શાળા બાળકો માં હિન્દૂ તહેવારો નું મહત્વ જાણે અને તેની ઉજવણી કરે તેવા આશય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસાની કલરવ શિશુ વિહાર ખાતે ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ. બાળકોને નાનપણથી હિન્દૂ તહેવારો વિશેનું મહત્વ સમજાય તે માટે શાળા દ્વારા બે તબક્કામાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં પહેલા તબક્કામાં બાળકોમાં પૂજા અર્ચનાના સંસ્કાર પડે તે માટે ધરો પૂજનનું આયોજન કરાયું છે. તો બીજા તબક્કામાં ભગવાન ગણપતિજી ના જીવન ના પ્રસંગો, તેમને ભાવતા મોદકના લાડુ, સાચું તીર્થ માઁ-બાપ અને વિદ્યાર્થીઓની માતા દ્વારા બનાવવામાં આવેલા ઇકોફ્રેન્ડલી ગણેશજી નું નિદર્શન કરાવવામાં આવ્યું હતું, શાળાના મંડળ, શાળાનો સ્ટાફ અને વાલીઓના સહિયોગથી કાર્યક્રમ સફળ થયો હતો..
@ઋતુલ પ્રજાપતિ અરવલ્લી
પીએમ મોદીએ મંદિરની દાનપેટીમાં નાખેલા કવરમાંથી નીકળ્યા આટલા પૈસા, ગુર્જર સમુદાયને આપી ભેટ
વિશ્વના આ 10 દેશો સૌથી વધુ સોનું ઉત્પાદન કરે છે, જાણો ભારતમાં કેટલો વપરાશ થાય છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd
રાજકોટ/ Hit & Runની ઘટના, પિતા-પુત્રના મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત