અનંત ચૌદશ (Ganpati visarjan) આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે શ્રદ્ધાળુઓ વ્રત રાખતા હોય છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચૌદશના દિવસને અનંત ચૌદશ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે જેમા પંચામૃત, મોસંબી તથા તુલસીપત્રથી કરવામાં આવે છે. આ સાથે દશ દિવસ સુધી ચાલનારા ગણેશ ઉત્સવનું પણ સમાપન થાય છે. જો કે અલગ અલગ પૂજા સમિતિઓ પોતાની અનુકુળતા પ્રમાણે ગણપતિ વિસર્જન કરતાં હોય છે. અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન કરવામાં આવે છે.
અનંત ચૌદશની પૂજા મુહૂર્ત
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચૌદશની શરુઆત 27 સપ્ટેમ્બરના રાતના 10.19 કલાકથી થઈ જાય છે. અને તેનું સમાપન 28 સપ્ટેમ્બર 4.49 કલાક સુધી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.20 કલાકથી સાંજે 6.49 સુધી રહેશે.
ગણપતિ વિસર્જનનું શુભ મુહૂર્ત
જ્યોતિષાચાર્યના પંચાગ પ્રમાણે 28 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશના દિવસે ગણપતિનું વિસર્જન કરવા માટે ત્રણ મુહૂર્ત છે. આ દિવસે સવારે 6.16 થી 7.40 કલાક સુધી, સવારે 10.42થી બપોરના 6.10 સુધી અને સાંજે 4.41 થી રાતના 9.10 કલાક સુધી વિસર્જન માટે બેસ્ટ મુહૂર્તમાં બાપ્પાને વિસર્જન કરી શકાશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd