@સોહિલ ધડા, સંજેલી
સંજેલી હાર્દસમા વિસ્તારમા ગોધરારોડ ખાતે બસસ્ટેશન પાસે જ ગંદાઘરેલુ તેમજ ઘનકચરાના ડુંગરે ડુંગરા જોવા મળી રહ્યા છે. મુખ્યમાર્ગ હોવાથી વાહનો તેમજ લોકોની અવર જવર પણ મોટા પ્રમાણમા થતી હોય છે. ત્યારે રોગચાળો ની ભીતિ સેવાઈ રહી છે. આ કચરામાં ઘન કચરો પ્લાસ્ટિક વધુ પ્રમાણમા જોવા મળી આવે છે
આમ ખોરાકની શોધમા નીકળેલ મૂંગા પ્રાણીઓને પણ પ્લાસ્ટિક ખાવાથી અતિશય હાનિ પહોંચી રહી છે. સાથે સાથે ગાડી વાસ પણ આવી રહી છે. કચરાનો ઢગલા હોવાથી અતિશય જીવાંત તેમજ મચ્છરોનો ઉપદ્રવની સાથે સાથે દુર્ગંધમય પરિસ્થિતિ પણ જોવા મળી આવે છે
હાર્દસમા વિસ્તાર તેમજ રહેણાક સાથે સાથે નજીકમા જ બસસ્ટેશન, બાળકોની સ્કુલ પણ આવેલ હોવાથી ચોમાસા દરમિયાન ગંદકીના કારણે ચેપી રોગ અને મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતી પણ સર્જાઇ શકે તેવી લોકભીંતી પણ જોવા મળી આવે છે.
ત્યારે સંજેલીમા ” સ્વચ્છ ભારતના નામે ઢેર ઢેર સુધી અસ્વચ્છતાનું રાજ જોવા મળી રહ્યું છે. હાલ સંજેલી પંચાયત આવા ગંભીર વિષય પર ક્યારે જાગૃતા દર્શાવશે અને ગંદા કચરાના ઢગલાને અન્ય સલામત સ્થળે કયારે ખસેડાશે તે પણ એક પ્રશ્ન છે……
સાથે જ લોકોના,પશુઓના આરોગ્યને ધ્યાનમા રાખવામા આવે તેમજ ગંદકીની પ્રાથમિક સમસ્યા દુર થાય તેવી લોકમાંગ હોવા છતા સંજેલી પંચાયત તેમજ તંત્ર રોગચાળો ફાટી નીકળશે પછી જ ઉઘમાથી જાગશે તેવુ જણાઈ આવે છે.
શ્યામા પ્રસાદ મુખર્જી : જેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
‘તમારી યાદ આવે છે’: ઇડર તાલુકા વિકાસ અધિકારીએ મહિલા કર્મચારીને કર્યો મેસેજ, સ્ક્રીનશોટ વાયરલ