- રાજગઢ પોલીસ સ્ટેશનમાં ધર્માંતરણના વિરુધ્ધમાં લેખિત રજૂઆત
@મોહસીન દાલ,ગોધરા
ઘોઘંબા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગરીબ રહીશોને લોભ લાલચો થી પ્રભાવિત કરીને હિંદુ ધર્મ માંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાના ધર્માંતરણ ના ચાલી રહેલ ચોંકાવનારી ચર્ચાઓ વચ્ચે ઘોઘંબા તાલુકાના મોલ ગામે છોટાઉદેપુર થી બાઇક ઉપર આવેલા બે યુવકો દ્વારા બાઇબલ હાથમાં રાખીને ગરીબ હિન્દુ આદિવાસી પરીવારના ઘરમાં અંધશ્રધ્ધાઓના ચમત્કાર દેખાડીને ખ્રિસ્તી ધર્મના અંગીકાર કરાવવાના આ પેંતરાઓ સામે ઘોઘંબા પંથકમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. ધર્માતરણના વિરોધ માટે એકત્ર થયેલા જાગૃત રહીશોને હાથમાં બાઇબલ સાથે આવેલા આ બાઈક સવાર યુવકો દ્વારા અમારા મંત્રોચ્ચારોથી પોલીસ પણ ભાગી જાય એવી શેખીઓ સાથે રફુચક્કર થઈ ગયેલા આ બે યુવાનોના હિન્દુ ગરીબ આદિવાસી પરિવારને ખિસ્તી ધર્મ અંગીકાર કરવાના ધર્માંતરણના કરતુકો સામે મોલ ગામના જાગૃત અગ્રણી જામસિંગભાઈ રાઠવાએ રાજગઢ પોલીસ મથકમાં ફરીયાદ સ્વરૂપની અરજી અગ્રણીઓને સાથે રાખીને આપતા ઘોઘંબા પંથકમાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
રાજગઢ પોલીસ મથકમાં ધર્માંતરણ મુદ્દે ફરીયાદ સ્વરૂપમાં અરજી આપનાર મોલ ગામના જામસીંગભાઇ રાઠવા એ ગરીબ હિન્દુ આદિવાસી પરીવારોને લોભ લાલચો આપીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માટે આવેલા આ યુવકો જી.જે.૩૪. એલ.૩૮૧૧ નંબરની બાઈક લઈને આવ્યા હોવાનું જણાવીને ધર્માંતરણ કરાવવાના આ ચોંકાવનારા કરતુકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ કરી છે.