હાલોલ બેઠકના ગત વિધાનસભા ચૂંટણી જંગમાં ઘરભેગા થયેલા…..
——————–
ઘોઘંબાના “આપ”ના અગ્રણી ભરત રાઠવા ૩ સંતાનોના પિતા હોઈ તેઓને ગમીરપુરા બોરીયા ગ્રામ પંચાયતના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની રજુઆત.!!
——————–
ઘોઘંબા T.D.O.સમક્ષ ભરત રાઠવાની પુત્રો સાથેની ફેસબુક ઉપર મુકેલ તસ્વીર પણ પુરાવા તરીકે સામેલ…..
મોહસીન દાલ, ગોધરા
હાલોલ વિધાનસભા બેઠકના ગત ચૂંટણી જંગમાં પરાજય સાથે ઘરભેગા થઈ ગયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા ત્રણ સંતાનોના પિતા હોઈ તેઓને ઘોઘંબા તાલુકાના ગમીરપુરા બોરીયા ગ્રામ પંચાયતના સભ્યપદ રદ્દ કરવા માટે રણજીતનગરના અરજદાર નિલેશ રાઠવાએ આધાર પુરાવાઓ સાથે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજુઆત કરતા હાલોલ બેઠકનો રાજકીય માહૌલ ગરમાયો છે.એટલા માટે કે આમ આદમી પાર્ટીના અગ્રણી ભરત રાઠવાએ પોતાના ત્રણ સંતાનો સાથેની તસ્વીરને પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર મુકવાના આ લાગણીભર્યા આનંદની આ તસ્વીર તેઓના ગ્રામ પંચાયતના સભ્યપદ રદ્દ કરાવવા માટે પુરાવાઓ સાથે રજૂ કરવામાં આવી છે.
ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને આપેલ અરજીમાં રણજીતનગર બાઢવા ફળીયાના અરજદાર નિલેશ દિનેશભાઈ રાઠવાએ ભરત જલુભાઈ રાઠવાનું ગ્રામ પંચાયતના સભ્યપદને રદ્દ કરતી માંગણીમાં જણાવ્યું છે કે ગમીરપુરા બોરીયા ગ્રામ પંચાયતના સદસ્ય ભરત રાઠવાના બે પુત્રો શાળામાં અભ્યાસ કરે છે અને ૩જા સંતાન તરીકે પુત્રીનો જન્મ ૨૦૨૨ના મે મહિનામાં થયો હોય ગુજરાત પંચાયત અધિનિયમની કલમ નં ૩૦ અને કલમ નં ૩૨ મુજબ તેઓ સભ્યપદેથી ગેરલાયક ઠરે એમ હોઈ તેઓને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.