@મોહસીન દાલ, ગોધરા
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આઠ વર્ષ બાદ ફરી એકવાર ગોધરા શહેરમાં પધારી રહ્યા છે ત્યારે, ગોધરાના વ્હોરા કોમના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પોતાના ધર્મગુરુના આગમનને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દરેક વ્હોરા સમાજના લોકોએ પોતાના મકાનોને રોશનીથી શણગાર્યા છે. આજે સાંજે સાત વાગે આવી રહેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુને આવકારવા માટે ગોધરાના વ્હોરા સમાજના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આજરોજ રોજ મોડી સાંજે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આઠ વર્ષ બાદ ફરી એકવાર મુંબઈથી પશ્વિમ એક્સપ્રેસમાં ગોધરા સ્ટેશન ખાતે પધારી રહ્યા છે. ગોધરાના જિલ્લા કલેકટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ ગોધરા શહેરના વ્હોરવાડ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાર પછી આગામી દિવસોમાં ગોધરા શહેરના અલગ અલગ ગામોમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ કાર્યક્રમ યોજવામાં આવશે.
ગોધરા ખાતે પધારી રહેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આગમનને લઈને વ્હોરા સમાજ લોકોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે.