જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
◆ જિલ્લા સ્વાગતમાં કુલ ૧૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ…..
#MOHSIN DAL, GODHARA
પંચમહાલ જિલ્લામાં મુખ્ય મથક ખાતે આવેલ કલેક્ટરાય કચેરીના સભાખંડમાં દર મહિને યોજાતો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને આજે તા.૨૨મી જૂન, ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાયો હતો. ૧૦ જેટલા અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિકાલની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી અને તકરાર, અનઅધિકૃત બાંધકામ, ફરિયાદને લગતા પ્રશ્નો, વીજળી અને પાણીને લગતા પ્રશ્નો સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંલગ્ન વિભાગના અધિકારીઓને સ્થળ પર તાકિદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી કે પ્રશ્નનો નિકાલ કર્યે, એક અઠવાડિયામાં નિરાકરણ રિપોર્ટ જમા કરાવવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી. ચુડાસમા, મામલતદારો સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
યુનિફોર્મ સિવિલ કોડ(ucc) શું છે? લાગુ કરવામાં સરકારો શા માટે ડરે છે?
Cirme: 18 વર્ષની શિવાનીને પિતાએ જ આપ્યું દર્દનાક મોત, લાશને મગરોની વચ્ચે ફેંકી દીધી, જાણો કેમ?
ચૂંટણીનો(election ) ઘોંઘાટ આપણા રોજબરોજના જીવનનો એક ભાગ બની ગયો છે: ‘એક દેશ, એક ચૂંટણી’ ક્યારે ?