મુસ્તકીમના નામે બોગસ આધારકાર્ડ બનાવીને વિદેશયાત્રાઓ પણ કરી…..
———————
ગોધરા S.G.O.એ વેજલપુરના ઉસ્માનીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મુસ્તાક પાડવા સામે ખોટા નામે પાસપોર્ટ કઢાવવાના ગુન્હામાં ઝડપી પાડ્યો.!!
મોસીન દાલ, ગોધરા
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઉસ્માનીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ભેજાબાજ સંચાલક મુસ્તાક હુસેન પાડવાએ પોતાની સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુન્હાઓને લઈને પાસપોર્ટ કઢાવવો અશક્ય હોય મુસ્તાક પાડવાએ વડોદરાના એજન્ટ શોએબને મળીને ₹ ૫ હજારમાં વડોદરાના રાવપુરાના સરનામાના આધારે મુસ્તકીમ હુસેન પાડવાના નામનું બોગસ આધારકાર્ડના આધારે પાસપોર્ટ મેળવ્યા બાદ બે વખત સાઉદી અરેબિયાની સફર કરીને મક્કા ખાતે હજ અને ઉમરાહ કરી આવ્યો હોવાનું ગોધરા એસ.ઓ.જી.શાખાના પી.આઈ.આર.એ.પટેલની તપાસોમાં બહાર આવતા ઉસ્માનીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મુસ્તાક હુસેન પાડવા સામે વેજલપુર પોલીસ મથકમાં ઈ.પી.કો. ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ તથા પાસપોર્ટ અધિનિયમની સેક્શન ૧૨(૧)(b), ૧૨(૨) મુજબ વધુ એક ગુન્હો દાખલ કર્યો હતો.
એસ.ઓ.જી. પોલીસને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે વેજલપુર ખાતે ઉસમાનીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવનાર મુસ્તાક હુસેન પાડવા રહે.મોટા મહોલ્લા વેજલપુર નાઓ પાસપોર્ટ કઢાવવા માટે પોતાનુ સરનામુ અને નામ બદલી
મુસ્તકીમ હુસેન પાડવા રહે.રાવપુરા મચ્છી પીઠ, સરવન
ટેકરાના આધારે ખોટું આધાર કાર્ડ બનાવી મુસ્તકીમ હુસેન પાડવાના નામનો અનધિકૃત રીતે પાસપોર્ટ બનાવેલ છે અને રીજનલ ઓફિસ અમદાવાદ ખાતે જરૂરી પત્ર લખીને મેળવતા પાસપોર્ટમાં પ્રથમ પેજ પર અને બીજા પેજ પર નામ સરનામુ અલગ અલગ જોવા મળેલ જેથી મુસ્તાક હુસેન પાડવાને રૂબરૂમાં મળી તેના દસ્તાવેજો ગેરકાયદે જણાય તો કાયદા હેઠળ પ્રક્રિયા કરવા પંચો રૂબરૂ કાર્યવાહી કરવા પોલીસે તેની ટ્રાવેલ્સ ઓફિસે જતા તે હાજર મળી આવેલ જેને પોતાનો પાસપોર્ટ અને આધારકાર્ડ રજૂ કરવા જણાવતા પોતાના ડ્રોવર માંથી પાસપોર્ટ રજૂ કરેલ જેમા મુસ્તકીમ નામ અને સરનામુ વડોદરાનું હતુ અને આ નામ ધારણ કરીને સાઉદી અરેબિયા ખાતે બે વાર હજ અને ઉમરાહ કરવા જઈ આવેલ વધુમાં તેની પાસે બે અલગ અલગ આધાર કાર્ડ જોવા મળેલ જેમા જન્મ તારીખ એક સરખી છે જે બાબતે પોલીસે પુછપરછ કરતાં જણાવેલ કે પોતાના નામે વેજલપુર પોલીસ મથકે બે ગુન્હા નોંધાયા હતા જેથી મુસ્તાક નામથી પાસપોર્ટ નીકળી શકતો ન હતો. તેથી અન્ય એક ટ્રાવેલ એજન્ટને આ બાબતે વાત કરતા રૂ.૫૦૦૦ લઈ અલગ નામ ધારણ કરીને મુસ્તકીમ નામનુ આધાર કાર્ડ બનાવી પાસ પોર્ટ બનાવેલ પોલીસે બે અલગ અલગ આધારકાર્ડ કબજે કરી પાસપોર્ટ કબજે કરેલ અને આરોપી મુસ્તાક હુસેન પાડવા ને મુસ્તકીમ હુસેન પાડવાનું ખોટુ નામ ધારણ કરીને ખોટા દસ્તાવેજો બનાવી ખોટા દસ્તાવેજો હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી પાસપોર્ટ બનાવી પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવી ખોટુ નામ ધારણ કરીને વિદેશ યાત્રા કરેલ જે બાબતે એસ.ઓ.જી. પોલીસે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી પાસપોર્ટ એકટ અને બનાવટી દસ્તાવેજો બનાવવાની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.!!