- વહેલી સવારના અંધકારમાં ઘરનો દરવાજો ખુલ્લો કેમ છે ના આવેશમા….
@મોહસીન દાલ ગોધરા
ગોધરા તાલુકાના સારંગપુર ગામે રહેતા બે સંતાનની માતાને શંકાશીલ પતિએ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધનો વહેમ રાખીને તેમજ ઘરના દરવાજો ખુલ્લો કેમ રાખ્યો છે. તેવું પૂછતા પત્ની એ જવાબ ન આપતા આવેશના વરઘોડે ચઢેલા શંકાશીલ પતિએ પોતાની પત્નીને ગાલ ઉપર ઝાપટ મારી અને બંને હાથથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. આથી શંકાશીલ પતિ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના કાદવીયા મંદિર ફળિયા ખાતે રહેતા જગદીશભાઈ કાળુભાઈ નાયક પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે પોતાની મોટી બહેન પ્રેમીલાબેન દિલીપભાઈ કાભય ભાઈ નાયકના લગ્ન સન ૨૦૦૪ માં ગોધરા તાલુકાના સારંગપુર ગામમાં આવેલ આમલી ફળિયામાં રહેતા દિલીપભાઈ કાભઈભાઈ નાયક સાથે થયા હતા.
જેમાં લગ્નના સમયગાળા દરમિયાન મારી બહેનને બે બાળકો હતા. જેમાં એકનું નામ મહેશ અને બીજાનું નામ સુનિલ હતું. ત્યારે ગઈકાલે વહેલી સવારે ૦૬:૦૦ વાગ્યાના આસપાસ સારંગપુર ગામના માજી સરપંચ અરવિંદભાઈ ભીખાભાઈ નાયક તથા તેમની સાથે બીજા એક માણસ મોટરસાયકલ ઉપર અમારા ઘરે આવ્યા હતા. અને તેઓએ મને તથા મારા પિતા તેમજ ઘરના સભ્યોને જણાવ્યું હતું કે તમારી બહેન પ્રેમીલા મરણ ગયેલ છે. તેની જાણ કરવા માટે દિલીપે મોકલ્યા છે.
ત્યારબાદ અમારા ઘરથી હું તથા મારી પત્ની તથા મારા પિતા અને ઘરના સભ્યો બોલેરો ગાડી લઈને સારંગપુર ગામે ગયા હતા. જ્યાં મારી બહેન પ્રેમીલા મરણ ગયેલ હાલતમાં ખાટલામાં મૂકી રાખી હતી. જ્યાં પ્રેમીલાના શરીરના ગળાના ભાગે નખ વાગેલા જોયા જેથી અમે દિલીપને કડકાઈથી પૂછતાં તેને જણાવ્યું હતું. કે પ્રેમીલાને કોઈક સાથે આડા સંબંધ છે અને આજે વહેલી સવારના ૪:૩૦ વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખુલ્લો હતો તેથી દરવાજો ખુલ્લો રાખવા બાબતે પૂછતા પ્રેમીલાએ કોઈ જવાબ આપ્યો નહીં. જેથી મેં ગાલ ઉપર ઝાપટ મારી અને બન્ને હાથથી તેનું ગળું દબાવીને મોતને ઘાત ઉતારી હતી. તેવું જણાવ્યું હતું.જેથી જગદીશભાઈ કાળુભાઈ નાયક એ પોતાના બનેવી દિલીપભાઈ નાયક વિરુધ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરીને કાયદેસર વધુ તપાસ હાથ ધરી છે.
સમી ના તાતોરા ગામે પાણીની ઇલેક્ટ્રિક મોટર એ 3 વર્ષ ના બાળક નો ભોગ લીધો
Manipur Violence: મણિપુરમાં ‘કુકી’ અને ‘મીતેઈ’ વચ્ચે હિંસાનું કારણ શું છે?
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8