ગોધરા શહેરમાં આવેલી ગાંધી સ્પેશીયલ બહેરા મૂંગા વિદ્યાલયના બાળકો દિવ્યાંગ હોવા છતાં પોતાનામાં રહેલી હુન્નર અને આગવી કુશળતા અને પગભર થવાની તત્પરતા વચ્ચે વર્ષ દરમિયાન આવતા અનેક તહેવારો અને પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને રાખડીઓ બનાવવામાં આવી રહી છે. જે ખરીદવા માટે વહિવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શહેરભરમાંથી લોકો ઉત્સાહભેર આ મૂક બધિર બાળકોની પાસે આવી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી સ્પેશીયલ બહેરા મૂંગા વિદ્યાલયમાં મૂક બધિર દિવ્યાંગો દ્વારા એક એકથી ચડિયાતી ડિઝાઇનર વાળી રાખડી બનાવવામાં આવી રહી છે. ૧૧૦ જેટલા દિવ્યાંગ મૂક બધિર બાળકો દ્વારા લગભગ ૨૫૦૦ જેટલી ડિઝાઈનર રાખડીઓ તૈયાર કરી ગોધરાના કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં પ્રદર્શન સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાખડીના તહેવાર સાથે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરના બજારમાં આકર્ષક અને અવનવી ડિઝાઈનવાળી રાખડીઓનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ તેની વચ્ચે ગોધરાના ગાંધી સ્પેશિયલ બહેરા મૂંગા વિદ્યાલયના શિક્ષકો વેચાણ કરીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બાળકોની રાખડી બજારની રાખડી જેવી કદાચ આકર્ષક ન હોય પણ તેઓમાં વધતો આત્મવિશ્વાસ અને સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરી પ્રેમ અને લાગણીના મોતી પરોવીને લાગણીસભર રીતે બનાવેલી રાખડી પ્રોફેશનલ રાખડીઓને ટક્કર આપી રહી છે.
સ્કુલના મદદનીશ શિક્ષક સાથે બાળકોમાં રહેલી શક્તિ બહાર કાઢવાનો પ્રયાસ કર્તા શિક્ષકો કહે છે, અમારા બાળકો જે રાખડી બનાવે છે તે કદાચ બજારમાં મળતી રાખડી જેવી આકર્ષક ન હોય. પરંતુ અમારા બાળકો સાચા દિલથી પ્રેમ અને લાગણીના મોતી વિશ્વાસના દોરામાં પરોવી રાખડી બનાવી રહ્યાં છે. આ બાળકોએ બનાવેલી રાખડીમાં તેમની ભાવના છુપાયેલી છે અને આ રાખડી લોકો ખરીદે છે ત્યારે બાળકો વધુ આત્મનિર્ભર બની રહેવાની ઉત્સુકતા જગાડે છે.
ગોધરામાં આવેલી ગાંધી સ્પેશીયલ બહેરા મૂંગા વિદ્યાલયના મૂક બધિર દિવ્યાંગ બાળકોની મુલાકાત લેતા વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે છેલ્લા ૧૭ વર્ષથી ફરજ બજાવતા હિરેન ગોહિલે જણાવ્યું હતું કે અમારી વિદ્યાલયમાં મૂક બધિર બાળકો માટે શૈક્ષણિક અને વ્યવસાયિક પુનર્વસન માટે કામ કરે છે. અહીં ૧૧૦ જેટલા દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકો સાથે અલગ અલગ તહેવાર દરમિયાન એક અનોખા અંદાજમાં ઉજવીએ છીએ. જેના થકી બાળકોને તહેવારનું મહત્વ સમજે સાથે સાથે પોતાની અંદર રહેલી સ્કીલ ડેવલોપ કરી શકે. ભગવાન દ્વારા જે હુન્નર મુકેલ છે તેને ઉજાગર કરી લોકો સુધી પહોંચે તેવા આશયથી અત્યારે અમે રક્ષાબંધન પર્વ નિમિત્તે અવનવી રંગબેરંગી સુદર કલાત્મક રાખડીઓ બનાવી રહ્યા છે અને બજારમાં સમસ્ત લોકો સુધી પહોંચે અને દિવ્યાંગ બાળકોની કૌશલ્ય લોકો જાણે તેઓ પ્રયત્ન કરવામાં આવે છે.
ગોધરાના નગરજનો અમારા મૂકબધિર દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડીઓ ફેન્સી તો નહીં પણ તેઓની લાગણીઓ સાથે બનાવેલ રાખડી ખરીદી કરી દિવ્યાંગ બાળકોને મદદ કરો જેનાથી તેમાં રહેલી હુન્નર કલા બહાર આવે અને પગભર થઈ શકે.વધુમાં દિવ્યાંગ મુક બધિર બાળકો દ્વારા જે રાખડીઓ તૈયાર કરવામાં આવે છે તે રાખડીઓ અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ કરીએ છીએ. આજે અમે કલેક્ટર કચેરી સહીત જિલ્લા પંચાયત કચેરીમાં તેનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ ઓનલાઈન રાખડી માંગે છે તેમને અમે કુરિયરના ચાર્જીસ સાથે ભેગા કરીને જે તે સરનામે મોકલી આપીએ છીએ. અત્યારે સુધી સુરત અમદાવાદ વડોદરા મુંબઈ તેમજ અમુક ડોનર તરફથી વિદેશમાં પણ આ રાખડીઓને મોકલવામાં આવે છે.
આ રાખડી બનાવવાની શરૂઆત ૨૦૧૬ થી એટલે કે છ વર્ષ પહેલા કર્યુ હતું જેમાં દિવ્યાંગ બાળકો પાસે રાખડીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. અને જે કંઈ કમાણી થાય છે તેમાં માલ સામાનની પડતર કિંમત સાથે પૈસા અલગ રાખવામાં આવે છે.જ્યારે જે નફો થાય છે તે વિદ્યાર્થીઓને સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે. જેમાં ૨૪,૦૦૦ થી ૨૫,૦૦૦ જેટલો નફો થાય છે તેને અમે વર્ષના અંતે વાલી મીટીંગ કરી બોલાવવામાં આવે છે. જેમાં દરેક વાલીઓને તે સરખા ભાગે વહેંચી પૈસા વહેચી દેવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માં ૨૦૦૦ જેટલી રાખડીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગાંધી સ્પેશીયલ બહેરા મૂંગા વિદ્યાલયના ઉદ્યોગ શિક્ષક ગીરીશભાઈ પટેલ અને નેહલબેન પટેલે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી રાખડીયો બનાવી ને આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીએ તેનું વેચાણ કરે છે જેમાં પંચમહાલ જિલ્લામાંથી વિવિધ તાલુકાઓમાંથી આવતા જે લોકો અહીં રાખડીઓની ખરીદી કરે છે અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરે છે.અને શાળા પણ તેમને સતત પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્નશીલ રહે છે. દિવ્યાંગ બાળકો જે રાખડી બનાવે છે જેની કિંમત ₹ ૨૦ હોય છે જેમાં બાળકો તેની કિંમત સમજી તેનું વેચાણ કરતા હોય છે. બે મહિના પહેલા દિવ્યાંગ બાળકો રાખડી બનાવવાની કામગીરી કરતા હોય છે અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ રાખડીઓ તૈયાર કરવામાં આવે છે અને જે લોકો ઓનલાઈન રાખડીઓ માંગે છે તેઓને પણ ઓનલાઇન રાખડી મોકલી આપવામાં આવે છે.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-