મોહસીન દાલ,ગોધરા
ગોધરા ખાતે આઠ વર્ષો બાદ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબના આગમનના આવકારની હર્ષભેરની તૈયારીઓ વચ્ચે આજરોજ મોડી સાંજે મુંબઈ થી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં સ્પેશિયલ એ.સી.કોચમાં સફર કરીને ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર આગમન સાથે આવેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબનું હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા વ્હોરા સમાજના અગ્રણીઓ અને પ્રજાજનો દ્વારા ભવ્યાતિભવ્ય શાનદાર સ્વાગત કરાયું હતું. ગોધરા ખાતે વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલાના સાહેબના આગમનને લઈને તેઓની સુરક્ષા અને સરળતાઓને કેન્દ્રસ્થાને લઈને પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનને વિશેષ કિસ્સામાં પ્લેટફોર્મ નં.૧ ઉપર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું સાથોસાથ રેલ્વે પોલીસ ફોર્સ થતા સ્થાનિક પોલીસ તંત્રના સત્તાધીશો દ્વારા ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આઠ વર્ષ બાદ ફરી એકવાર ગોધરા શહેરમાં પધારી રહ્યા છે ત્યારે, ગોધરાના વ્હોરા સમાજના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પોતાના ધર્મગુરુના આગમનને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દરેક વ્હોરા સમાજના લોકોએ પોતાના મકાનોને રોશનીથી શણગાર્યા છે. આજે સાંજે સાત વાગે આવી રહેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુને આવકારવા માટે ગોધરાના વ્હોરા સમાજના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આજરોજ રોજ મોડી સાંજે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આઠ વર્ષ બાદ ફરી એકવાર મુંબઈથી પશ્વિમ એક્સપ્રેસમાં ગોધરા સ્ટેશન ખાતે પધારીને વ્હોરવાડ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાર પછી આગામી દિવસોમાં ગોધરા શહેરના અલગ અલગ ગામોમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના કાર્યક્રમ યોજવામાં આવશે.
ગોધરા ખાતે પધારી રહેલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આગમનને લઈને વ્હોરા સમાજ લોકોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે.