મોહસીન દાલ ગોધરા
ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોનીના વોર્ડ નંબર ૫ ના મત વિસ્તારમાં દરરોજ નિયમિત સાફ સફાઈ કરવામાં આવતી હોવાના સેનેટરી વિભાગના અચ્છૌવાના જેવા દાવાઓમાં સફાઈ કર્મચારીઓની હાજરી તો પૂરવામાં આવતી જ હશે, પરંતુ પાલિકા પ્રમુખના મત વિસ્તારમાં સાફ સફાઈનો અભાવ હોવાના પ્રજાજનોની આ વેદનાઓ વચ્ચે અંતરીયાળ રસ્તાઓ તો ગંદકીના ઢગલાઓ થી છલોછલ દેખાતા હોવાના ચિઠીયાવાડ વિસ્તારના રહીશો આ ગંદકીઓના ઢગલાઓ થી ભારે પરેશાન દેખાઈ રહ્યા છે.
ગોધરા નગર પાલિકા સત્તાધીશો સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર શહેરીજનોના આરોગ્યને જોખમમાં મૂકે એવા ગંદકીઓના ઢગલાઓ દૂર કરવા માટે તૈયાર ન હોવાનો બળાપો ચિઠીયાવાડ ના રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.!!