ગોધરા તા.
ગોધરા તાલુકાના ગદુકપુર ગામે આજથી દોઢ વર્ષ અગાઉ એક ફરીયાદી બહેનના ઘરમાં જબરદસ્તી ઘુસી જઈને બળાત્કાર ગુજારવાના ચકચાર ભર્યા કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને દંડ કરતી ગોધરાના પાંચમાં એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટના જજશ્રીએ ફટકારતા ચકચાર પ્રસરી જવા પામી છે.
આ બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી ગોવિંદ બાબુભાઇ નાયક રહે.નાયક ફળીયું, ગદુકપુર તા.ગોધરાનાએ તા.૧૦/૦૨/૨૦૨૧ ના રોજ રાત્રીના ૯:૦૦ કલાકે ગેરકાયદેસર રીતે જબરજસ્તીથી ફરીયાદી બહેનના ઘરમાં ઘુસી જઇ ફરીયાદી બહેનનું મોઢુ દબાવી ઘસડીને ઘરની બહાર લઇ જઇ બાજુમાં આવેલ ઢાળીયામાં સુવડાવી તેણીની મરજી વિરૂધ્ધ જબરદસ્તી શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી ભાગી ગયો હતો. ત્યાબાદ ફરીથી આ કામના ફરીયાદી બહેનને તા.૧૬/૦૨/૨૦૨૧ના રોજ બપોરના ૦૧:૦૦ વાગ્યે પોતાના ઘર નજીકમાં આવેલ જંગલમાં લાકડા લેવા ગયેલ ત્યારે આ કામના આરોપીએ ફરીયાદીનો હાથ પકડી કોતરમાં લઇ જઇ ફરીયાદી બહેનની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને આમ કરી સદર આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ ૩૭૬(૨)(એન), ૪૫૨, ૫૦૬(૨) મુજબનો ગુન્હા સંદર્ભમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરીયાદ સંદર્ભનો કેસ ગોધરા સ્થિત પાંચમા એડીશનલ ડીસ્ટ્રીકટ જજશ્રી પી.એ.માલવીયાની કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે ફરીયાદી બહેન તેમના પતિ, ડૉકટર અને તપાસ કરનાર અમલદારને તપાસેલા અને ફરીયાદ પક્ષે ફરીયાદીની ફરીયાદ, બહેનના તબીબી પ્રમાણપત્રો, એફ.એસ.એલ.અહેવાલ એમ કુલ-૨૧ દસ્તાવેજો રજુ કરેલા જે ટ્રાયલ દરમ્યાન આંકે પડેલા ત્યારબાદ ફરીયાદ પક્ષે સરકારી વકીલ એમ.કે.દેશમુખની કાયદાકીય દલીલોના અંતે આજ રોજ આરોપી ગોવિંદ બાબુભાઇ નાયક રહે, નાયક ફળીયુ, ગદુકપુરને તકસીરવાન ઠેરવીને આઇ.પી.સી.ની કલમ ૩૭૬(૨)(એન) હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૦૦૦/-નો દંડ અને દંડ ન ભરે તો ૬ માસની સાદી કેદની સજા તથા આઇ.પી.સી.ની કલમ ૪૫ર મુજબ આરોપીને ૨ વર્ષની સાદી કેદની સજા અને રૂા.૫૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો ર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવતા જ ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.
ગોધરા/ ગદુકપુરના બળાત્કારના આરોપીને ૧૦ વર્ષની કેદની સજાનો આદેશ
Related Posts
Add A Comment