@મોહસીન દાલ, ગોધરા
ગોધરા શહેરના પોલીસ હેડ કવાર્ટ૨ પાસે જાહેર મુખ્ય માર્ગ પર બે આખલાઓ યુદ્ધે ચડતાં દોડધામ મચી ગઇ હતી. લાંબા સમય સુધી આખલાઓના યુદ્ધને કારણે મુખ્ય માર્ગથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટયા હતા અને રોડ ઉપર ભયનું વાતાવરણ સર્જાયું હતું.
ગોધરા શહેરના જાહેર રસ્તાઓ પર રખડતાં પશુઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ગોધરા શહેરમાં આવેલ પોલીસ હેડ કવાર્ટર પાસે છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પર રખડતા પશુઓનો આતંક વધતો જઈ રહ્યો છે તેવા સમયે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર બે આખલાઓ તોફાને ચડ્યા હતા.
લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે જાણે યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓ ની લડાઈને કારણે રોડ પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટયા હતા. તો આજુબાજુમાં ઉભા રહેલા લારી ધારકો અને અન્ય ફેરીયાઓમાં ભયનો માહૌલ છવાયો હતો. લાંબા સમય સુધી
બન્ને આખલાઓ વચ્ચે લડાઈ જામતા સ્થાનિક લોકોએ અને પસાર થતા રાહદારીઓ અને દુકાનદારોએ બન્ને આખલાઓને છૂટા પાડવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં તોફાને ચડેલા આખલાઓની લડાઈ ચાલુ જ રહી હતી.
આખરે લોકોએ લડી રહેલા બન્ને આખલાઓ પર ઠંડા પાણીનો મારો ચલાવ્યો હતો તે છતા બન્ને આખલા છૂટા પડયા ન હતા. આ અગાઉ પણ ગોધરા શહેરમાં રસ્તા પર રખડતા પશુઓને કારણે એક મહિલા અકસ્માતનો ભોગ બની હતી. ત્યારે અવાર નવાર જાહેર રસ્તાઓ પર તોફાને ચઢી અને આતંક મચાવતા આવા રખડતાં પશુઓને ગોધરા નગર પાલિકા દ્વારા પકડી અને પાંજરે પુરવામાં આવે તેવી લોક લાગણી અને માંગણી છે.
ગોધરા/ રખડતા પશુઓના ત્રાસ વચ્ચે લાલબાગ એસ.ટી. સ્ટેન્ડના જાહેર માર્ગ ઉપર બે આખલાઓના યુદ્ધથી પ્રજાજનો ભયભીત.!!
Related Posts
Add A Comment