Mohsin dal, ગોધરા
પંચમહાલ જિલ્લામાં આગામી તહેવારોને લઈને ચુસ્ત દારૂબંધીના અમલ કરવાના પોલીસ તંત્રના ફરમાનોથી રઘવાયેલા બની ગયેલા બુટલેગર સિન્ડીકેટ ચહેરાઓ દ્વારા ગોધરા તાલુકાના ધોળાકુવાના કુખ્યાત બુટલેગર રમેશ સંગોડ દ્વારા રાજસ્થાનથી વિદેશી શરાબનો જંગી જથ્થો મંગાવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગોધરા એલ.સી.બી. પોલીસ ટીમ દ્વારા સંતરોડ ખાતે નાકાબંધી કરી ટેમ્પા માંથી અંદાઝે ₹ ૧૧ લાખની કિંમતના વિદેશી શરાબની ૨૦૦ પેટીઓ માંથી ૬૨૪૦ બોટલોનો જંગી જથ્થા સાથે ૩ આરોપીઓની ધરપકડ કરીને સપાટો બોલાવતા બુટલેગરોની અંધારી આલમમાં નાસભાગ પ્રસરી જવા પામી હતી એટલા માટે કે સંતરોડ અને ગોધરાના એક બુટલેગરે પણ ધોળાકુવાના બુટલેગર રમેશ સંગોડ પાસેથી વિદેશી શરાબના જંગી જથ્થાનો ઓર્ડર આપ્યો હોઈ એલ.સી.બી.ટીમના ઓપરેશનની ખબરો સાથે આ બુટલેગર ચહેરાઓ પણ ભૂગર્ભમાં સરકી ગયા હોવાનું કહેવાય છે.
પંચમહાલ જિલ્લાના સંતરોડ
ઓવરબ્રિજ નીચેથી પસાર થતા વિદેશી દારૂ ભરેલા ટાટા ટેમ્પા ને એલ.સી.બી પોલીસે ઝડપી લઈ ટેમ્પામાંથી મળેલ રૂ.૧૧,૫૫,૬૦૦/- નો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂને રાજસ્થાન થી ફતેપુરા સંતરામપુર તરફ દારૂની ખેપ મારતાં ડ્રાઈવર સહિત ત્રણ ઈસમોને બાતમી આધારે ઝડપી પાડયા હતા. ટેમ્પામાં પશુઓ ના દાણની થેલીઓના ઓથા હેઠળ વિદેશી દારૂની ૨૦૦/- પેટીઓ છૂપાવી હેરાફેરી કરવાં જતાં ટેમ્પાને પંચમહાલ એલ.સી.બી. પોલીસની ટીમે ઝડપી પાડતાં સંતરોડ પંથકના બુટલેગર આલમમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
પંચમહાલ જિલ્લાના મોરવા (હ) હદ વિસ્તારનાં સંતરોડ ઓવરબ્રીજ નીચેથી રાજસ્થાન થી ફતેપુરા સંતરામપુર તરફ એક ટાટા ટેમ્પો વિદેશી દારૂ ભરી જતા હોવાની બાતમી આધારે પંચમહાલ એલ.સી.બી. પોલીસને નાકાબંધી કરી હતી. તે સમય દરમ્યાન વિદેશી દારૂ ભરી જતાં જી.જે.૧૭.યુ.યુ.૪૦૦૪ નંબરના ટેમ્પાને પોલીસે ઉભો રાખી પુછપરછ કરતા ટેમ્પામાં પશુના દાણની થેલીઓની ઓથા હેઠળ છુપાવેલ વિદેશીથી દારૂ ની ૨૦૦/- પેટીઓ મળી આવી હતી. દારૂ ભરેલ ૨૦૦/- પેટીમાંથી વિવિધ બ્રાન્ડની ૬૨૪૦ બોટલ જેની કિંમત રૂ.૧૧,૫૫,૬૦૦/- રૂપિયાના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.જ્યારે પોલીસે ઝડપી પાડેલા ત્રણ આરોપી પૈકીના બે આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલની કિંમત રૂ.૨૦,૦૦૦/- તેમજ દારૂની હેરફેરી કરતાં ટેમ્પાની કિંમત રૂ.૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તદુપરાંત દારૂની ખેફ મારતો ખેફિયો (૧)અજય પ્રવિણસિંહ સોલંકી રહે.નાની પિંગળી, ભાથીજી ફળીયુ, કાલોલ, (૨) સંજય ભવાનસિંહ જાદવ રહે.ભાટડીના ઘોડા, સાંરગપુર,પો.નાંદરખા (૩) અશ્વિન પ્રવિણસિંહ જાદવ રહે.ભાટડીના ઘોડા, સાંરગપુર, પો.નાંદરખાને પકડી પાડ્યા હતા. જ્યારે બે સહ આરોપીઓ (૧) ઓમ પ્રકાશ ગમેરલાલ ડાંગી, રહે.ઢાવા તા. વલ્લભનગર જિલ્લા ઉદયપુર,રાજસ્થાન અને (૨) રમેશભાઈ ગોરજીભાઈ સંગોડ,રહે ધોળાકુવા, ગોધરા સહિત પાંચ આરોપીઓ સામે મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.