@mohsin dal, godhara
ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલવે ફાટક એલસી ગેટ નં.૪ પાસે હાલમાં અંડરપાસની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજથી ત્રણ દિવસ પહેલા અંડરપાસની કામગીરી દરમિયાન ચોકીદાર તરીકે ફરજ બજાવતા એક ચોકીદારને એક સિલ્વર કલરમાં ટાટા સુમો ગાડીમાં ચારથી પાંચ જેટલા અજાણ્યા બુકાની ધારીએ ચોકીદારને મોઢા ઉપર રૂમાલ મૂકીને ચપ્પુની અણીએ સ્ટીલના સળિયાઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેથી એલ.સી.બી. શાખાની ટીમે ગણતરીના દિવસોમાં સ્ટીલના સળિયાઓની લૂંટ કરનાર ચાર ઈસમો પૈકી એક ઈસમની ગોધરાના પંચામૃત ડેરી નજીક આવેલા ધનોલના જંગલમાંથી અટકાયત કરીને શહેરા ભાગોળ રેલ્વે ફાટકના લૂંટનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એલ.સી.ની. શાખાના પી.આઈ. એન.એલ. દેસાઇને મિલ્કત સંબધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોઘાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. જે સુચના આધારે એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. જયદીપસિંહ પ્રવિણસિંહને બાતમી મળી હતી કે, ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક પાસે રેલ્વેના અંડર બ્રીજની બાંધકામ હેઠળની સાઈટ પરથી આજથી ત્રણેક દિવસ અગાઉ રાત્રીના સમયે મોઢે રૂમાલ બાંધી ચોકીદારને ધક્કો મારી નીચે પાડી દઈ મોઢું રૂમાલથી બાંધી ચાકુ બતાવી મારી નાંખવાની ધમકી આપી પકડી રાખી ચાર જેટલા ઈસમો એક સુમો ગાડીમાં સાઇડ ઉપર કામમાં વાપરવાના લોખંડ સ્ટીલના સળીયાની લૂંટ કરી સૂમો ગાડીમાં મુદ્દામાલ ભરી લઈ નાસી ગયા હતા.
જે ગુન્હાના ઉપયોગમાં લીધેલી સુમો ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જી.જે.૦૬.બી.એલ. ૩૪૩૫નો હતો અને આ ગુન્હામાં (૧) આફતાબ ઉર્ફે મુસો ઈકબાલ પાયા (રહે, ગોધરા ગોન્દ્રા ઈદગાહ મોહલ્લા ઉઝૈર મસ્જીદ સામે,ગોધરા),(૨) રમજાની ઉર્ફે રમજુ બીસ્મીલ્લા ઉર્ફે નન્નુમીયા શેખ (રહે.સીગ્નલ ફળીયા, મીમ મસ્જીદ પાછળ, ગોધરા) (૩) સાકિર ઉર્ફે બાબુ કાદીર પાતળીયા (રહે.વચલા ઓઢા, રહેમાનીયા મસ્જીદ પાસે, ગોધરા) (4) રીઝવાન આદમ બોકડા (રહે. સીગ્નલ ફળીયા, મીમ મસ્જીદ પાસે, ગોધરા) સંડોવાયેલ છે અને લુંટ કરી લઈ આવેલ લોખંડ સ્ટીલના સળીયાનો મુદ્દામાલ ટાટા સુમો ગાડી નંબર જી.જે.૦૬.બી.એલ.૩૪૩૫માં ભરી હાલ ગોધરાના પંચામૃત ડેરી નજીક આવેલ ધનોલના જંગલમાં સંતાડી સગેવગે કરવાની પેરવીમા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ધનોલના જંગલ તરફ જતા કોતરની ધસ પાસેથી રમજાની ઉર્ફે રમજુ બીસ્મીલ્લા ઉર્ફે નન્નુમીયા શેખ નાઓને સુમો ગાડી નંબર જી.જે.૦૬બી.એલ.૩૪૩૫ની સાથે પકડી સુમો ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી મુદ્દામાલ મળી આવ્યો હતો.
ગોધરા એલ.સી.બી. પોલીસે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુન્હાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રમજાની ઉર્ફે રમજુ બીસ્મીલ્લા ઉર્ફે નન્નુમીયા શેખને સુમો ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા લૂંટમાં ગયેલ લોખંડ સ્ટીલના સળીયા કિ.રૂ.૩૩,૫૫૦/- એમ મળી કુલ કિં.રૂ.૧,૮૩,૫૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડીને ગોધરા-એ ડીવીઝન પોલીસ મથકનો અનડીટેકટ ગુન્હાને એલ.સી.બી. શાખાની ટીમે ડિટેક્ટ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ચૂંટણીનો(election ) ઘોંઘાટ આપણા રોજબરોજના જીવનનો એક ભાગ બની ગયો છે: ‘એક દેશ, એક ચૂંટણી’ ક્યારે ?