મોહસીન દાલ, ગોધરા
ગોધરામાં દર વર્ષે ચોમાસા અગાઉ પ્રિમોન્સુન મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે પણ તમામ સબડીવીઝનની પ્રિમોન્સુન કામગીરી થઈ ગઈ હોવા છતાં આજે વહેલી સવારે વરસાદના આગમન સામે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.ત્યારે ગઇકાલે ગોધરા શહેરના સિંધૂરી માતા મંદિર અને વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીના સ્થાનિક રહીશો ગોધરા એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને કચેરીના કર્મચારીઓનો ધેરાવો કર્યો હતો.અને જણાવ્યું હતુ કે વરસાદની શરૂઆત થાય એટલે વીજ પુરવઠો બંધ થવાની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.જ્યારે કચેરીમાં સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક કમ્પ્લેન લખાવવામાં આવે છે ત્યારે ફરજ પરના કોઈ પણ કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેઓ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
બીજી બાજુ ગોધરા શહેરના સિંધુરી માતા વિસ્તારના સ્થાનિક લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા સિવાય પણ અમારા વિસ્તારમાંથી વીજળીને બંધ કરી દેવામાં આવે છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.બીજી બાજુ સામે કબ્રસ્તાન આવેલું છે જ્યાં ઝાડી ઝાંખરામાંથી ઝેરી જાનવરો પણ રસ્તા ઉપર નીકળે છે જેને લઈને ભયનો માહોલ રહે છે.વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમજીવીસીએલ કચેરી દ્વારા કોઈપણ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી બીજી બાજુ વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય વરસાદ પડે છે એટલે વીજળી બંધ કરી દેવામાં આવે છે જેના કારણે ખૂબ જ તકલીફ પડે છે માટે વહેલી તકે વીજળીનો નિરાકરણ કરવામાં આવે તે માટે સ્થાનિક લોકોની માંગ છે.