મોહસીન દાલ ગોધરા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગોધરાની પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ઇતિહાસ વિભાગના ૭૦૦ વિદ્યાર્થીઓનો આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ આવકાર સમારોહ કાર્યક્રમમાં શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. એમ.બી.પટેલ સહિતના કોલેજના સર્વે સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ ઇતિહાસ વિભાગમાં પ્રવેશ મેળવેલા ૭૦૦ વિદ્યાર્થીઓને ડી.જે.ના સથવારે ગરબા રમાડવામાં આવ્યા હતા અને સ્વરુચિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન ડો. સુરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહમાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ, શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.એમ.બી.પટેલ, નિવૃત્ત આચાર્ય બી.એન.ગાંધી, ડો.ધર્મિષ્ઠાબેન મોદી, ડો. જી.વી.જોગરાણા તેમજ કોલેજ પરીવારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. ડો. સુરેશભાઈ ચૌધરી, રેણુકાબેન પટેલ, વસંત વાળા, સાહિલ બારીયા તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.