- શક્તિનાથ કલેકટર રોડ પર ખાણીપીણીની લારી ઉપર રોફ જાડવો સરકારી બાબુને ભારે પડ્યું
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસની ચાંપતી નજર સામે ભરૂચના બુટેલગરો દારૂનો વેપલો કરી રહ્યા હોય જેનું ઉત્તમ ઉદાહરણ ભરૂચની જનતાને જોવા મળ્યું હતું. ભરૂચ R&B વિભાગનો એક્સિકુટિવ એન્જિનિયર જયેન્દ્ર વસાવા દારૂના નશામાં ચકચુર બની રોફ ઝાડતો હોવાનો વિડીયો સોસિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં સરકારી કર્મચારી જયેન્દ્ર વસાવા મોટરગાડી નં.જીજે-૧૬-સીએન-૦૩૮૭ સાથે કલેકટર કચેરી-શક્તિનાથ રોડ પર આવેલ નાસ્તાપાણીની લારીઓ પર આવી સરકારી કર્મચારી હોવાનો પોતાનો પાવર બતાવવા ફોન ઉપર કહ્યું આ બધું દબાણ હટાવવાનું છે, ત્યારબાદ તેને હંગામો શરૂ કર્યો હોવાનું કહેવાય છે. જોકે જાગૃત નાગરિકની જાગૃતતાને કારણે સમગ્ર ઘટનાનો વિડીયો જાહેર થયો હતો અને આ બાબતની જાણ ભરૂચ પોલીસને થતા ભરૂચ એ-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી નસેબાજ બાંધકામ વિભાગના કર્મી પર ડ્રિન્ક એન્ડ દ્રાઈવ સહિતની કલમો લગાવી પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ બાબતે બાંધકામ વિભાગના અધિકારીઓ મૌન સેવી બેઠા છે.