આજે નાગ પંચમી છે ત્યારે મોડાસા ના ગારૂડી ખાતે આવેલ જયહો જાદેવ ના ગોગા મહારાજ ના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી મંદિર ના પૂજારી ચેતન ભુવાજી દ્વારા ગોગા બાપા નું પૂજન અર્ચન કરવામાં આવ્યું ભક્તો દ્વારા પણ ગોગા બાપા નું પૂજન કરાયું ,બાજરી ના કુલર નું નૈવેદ્ય ધરાવવા માં આવ્યું આજે નાગ પાંચમી નિમિત્તે દિવસ દરમિયાન હજારો ભક્તો ગોગાબાપા ના દર્શન અને પ્રસાદ નો લાભ લે છે ખ્યાતનામ કલાકારો દ્વારા પણ ગોગા મહારાજ ના ભજનો નો કાર્યક્રમ યોજાયો છે ગારૂડી ગોગા મહારાજ મંદિરે દર રવિવારે અને દર પૂનમે અસંખ્ય ભક્તો આવે છે અને ગોગા બાપા દરેક ની મનોકામનાઓ પૂર્ણ કરે છે આમ રંગે ચંગે ગોગા બાપા ની નાગ પંચમી ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી..
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8