વાગડ વિસ્તારના રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર દિવસ સુધી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ ઇન્સ્પેક્શન હાથ ધરેલ જેમાં જુદા જુદા ગામો ની મુલાકાત લઈ લોકો સાથે લોક સંવાદ યોજાયો હતો
રાપર પોલીસ મથકે સીનિયર સિટીઝન અને બુઝુર્ગ લોકો સાથે સંવાદ યોજાયો હતો
સીનિયર સિટીઝન અને પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ
પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ લોંદ્રાણી કુડા થઈ આઝાદી પહેલાં ના માર્ગે પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ જીરો પોઇન્ટ ખાતે બીએસએફ ના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે સુરક્ષા સેતુ અન્વયે બેઠક યોજાઈ હતી
પાકિસ્તાન ની સરહદ નજીક આવેલા બસો મીટર દૂર ફેન્સિંગ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ અને બીએસએફ ની સંયુક્ત કામગીરી અંગે ચર્ચા કરી હતી તેમજ બીએસએફ ના કેમ્પ ની જવાનો સાથે ગોષ્ઠિ તથા કેન્ટીન તથા તમામ કામગીરી અંગે ચર્ચા કરી હતી રણ વિસ્તારમાં ગરમ પવનો અને લુ વચ્ચે બીએસએફ ના જવાનો ફરજ બજાવી રહ્યા છે તે માટે એસપી એ ધન્યવાદ આપ્યા હતા
@.મુકેશભાઈ રાજગોર, ક્ચ્છ