આવતીકાલે તા.12 મેના રોજ પ્રધાનમંત્રી Narendra Modi ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. PM Narendra Modi અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ખાતે પહોંચશે. જ્યાં મહત્ત્મા મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે PM Narendra Modiના આવતીકાલના કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. મહાત્મા મંદિરમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. કાર્યક્રમ સ્થળની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. PM Narendra Modi આવતીકાલના પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આપણાં ત્યાં 2452 કરોડના વિકાસકાર્યોની શરૂઆત કરાવશે. આ સાથે જ PM Narendra Modi આવતીકાલે 1946 કરોડના 42,441 આવાસનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે.આવતીકાલે તા.12 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ખાતે પહોંચશે. જ્યાં મહત્ત્મા મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે PM Narendra Modiના આવતીકાલના કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. મહાત્મા મંદિરમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. કાર્યક્રમ સ્થળની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. PM Narendra Modi આવતીકાલના પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આપણાં ત્યાં 2452 કરોડના વિકાસકાર્યોની શરૂઆત કરાવશે. આ સાથે જ પીએમ મોદી આવતીકાલે 1946 કરોડના 42,441 આવાસનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે.
PM Narendra Modiનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ-
- PM Narendra Modi 12મેના રોજ સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે.
- 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.
- 12 વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં હાજરી
- શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી.
- મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે.
- રાજભવનમાં 1.30 થી 2.30 સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી.
- પ્રધાનમંત્રી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક.
પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે. - ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક.
- PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
- અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.
- પ્રધાનમંત્રી મોદી 12મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર 3 કાર્યક્રમમાં હાજરી આપશે.
મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. PM Narendra Modiના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના તમામ સભ્યો હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, AMCના વિવિધ TP રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
પાણી પુરવઠા વિભાગ હેઠળ SIPU ઓગમેન્ટેશન પ્રાદેશિક પાણી પુરવઠા યોજના પેકેજ- 1, 2 અને 3નું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ચેસણ બ્યુલ પાઇપલાઇન તેમજ લાભોર અને જલુન્દ્રા જૂથ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.