તારીખ ૭ / ૫ / ૨૦૨૩ ના રોજ યોજાનાર talati ક્રમ મંત્રીની પરિક્ષા નિમિત્તે અલગ અલગ જિલ્લા માં થી પરીક્ષા આપવા હિંમતનગર (સાબરકાંઠા) આવતા પરીક્ષાર્થીઓ માટે રાત્રી રોકાણ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ , રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા દ્વારા હિંમતનગર માં ૐ ભવન , AHP કાર્યાલય, માણેકકૃપા હાઇસ્કુલ ની સામે , પોલોગ્રાઉન્ડ, ખાતે નિ:શુલ્ક રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 46 પરીક્ષાર્થીઓ એ સેવા નો લાભ લીધો હતો .
talati પરીક્ષાર્થીઓને રહેવા માટે કોઈ તકલીફ ના પડે એ માટે ગાદલાં, ટેબલ ફેન , અને પીવાના પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાઓ માં ગાદલાં માટે વિપુલભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, પાણીની વ્યવસ્થા માટે ભરતસિંહ પરમાર અને ટેબલ ફેન માટે છગનભાઈ વણઝારા આ મહાનુભાવો નો મહત્તમ ફાળો રહ્યો હતો.
સમગ્ર કાર્ય નું આયોજન કનકસિંહ ઝાલા , દિનેશભાઈ સોનગરા ,અતુલભાઈ મકવાણા,જગતસિંહ પરમાર ,અનિલભાઈ વણઝારા દ્વારા ખૂબ મેહનત કરી સફળ બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
કાર ચલાવશો નહીં! BMW થી Honda અને Ford સહિત અનેક બ્રાન્ડના વાહનોમાં ખલેલ, એલર્ટ જારી