હાલોલ ટાઉન પોલીસનો જાગૃતિ સોસાયટીમાં ચાલતા શ્રાવણીયા જુગાર ઉપર સપાટો ૧૪ ખેલીઓને ₹ ૩.૫૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા.!!
@મોહસીન દાલ, ગોધરા
હાલોલના વડોદરા રોડ ઉપર આવેલી જાગૃતિ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૪ જુગારીઓ હાલોલ ટાઉન પોલીસ ના હાથે ઝડપાઇ ગયા છે, જાગૃતિ સોસાયટીના મકાન નંબર ૩૪ના માલિક મિતુલ રમેશચંદ્ર પરીખ તેના મકાનમાં જુગાર રમાડી રહ્યો હતો. ત્યારે પોલીસે રેડ કરી ૦૩ લાખ ૫૬ હજાર ૩૦૦ રૂપિયાના મુદ્દમાલ સાથે ૧૪ જુગારીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
હાલોલમાં શ્રાવણીયો જુગાર પુરજોશમાં રમાઈ રહ્યો છે ત્યારે ખાનગી સ્થળોએ રમાતા જુગાર ઉપર પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે ગત મોડી રાત્રે વડોદરા રોડ ઉપર આવેલ જાગૃતિ સોસાયટીના મકાન નંબર ૩૪ માં મિતુલ પરીખ કેટલાક જુગારીઓને ભેગા કરી પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમી હાલોલ ટાઉન પોલીસને મળતા પોલીસે વહેલી સવારે રેડ કરતા મકાન માં પત્તા પાનાનો જુગાર રમી રહેલા ૧૪ ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે રેડ દરમ્યાન દાવ ઉપર લાગેલા રૂપિયા ૫૨ હજાર ૪૦૦, અંગ જડતી માંથી મળેલા રોકડા ૦૧ લાખ ૨૩ હજાર ૯૦૦, મોબાઈલ નંગ -૧૦ જેની કિંમત રૂ.૮૦ હજાર અને ત્રણ મોટરસાયકલ જેની કિંમત રૂ.૧ લાખ મળી કુલ રૂ. ૦૩ લાખ ૫૬ હજાર ૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પત્તા પાનાનો જુગાર રમી રહેલા ૧૪ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓના નામો
૧. મિતુલ રમેશચંદ્ર પરીખ – જાગૃતિ સોસાયટી, હાલોલ
૨. ઉજ્જવલ પ્રકાશભાઈ પરીખ – સુથાર ફળિયુ, હાલોલ
૩. કલ્પેશ મફતલાલ શાહ – શ્યામસુંદર નગર, હાલોલ
૪. અંકિત નવીનચંદ્ર મિસ્ત્રી – તલાટી કોલોની, હાલોલ
૫. નિલેશ વિઠ્ઠલભાઈ દરજી – બાગ ફળિયુ, હાલોલ
૬. જુનેદ ઈબ્રાહીમ પતરાવાલા – મોંઘાવાડા, હાલોલ
૭. સંદીપ ડાયાભાઈ પારેખ – શિવધારા સોસાયટી, હાલોલ
૮. સિધ્ધરાજ દેવેન્દ્રભાઈ રાણા – સોનવાડી, હાલોલ
૯. ગોપાલ પરેશભાઈ માવાણી – ગીતા નગર, હાલોલ
૧૦. બિલાલ ઈસ્માઈલ યુસુફ ઘાંચી – મોઘાવાડા હાલોલ
૧૧. ફેજલ મુસ્તુફા બાગવાલા – મહંમદ સ્ટ્રીટ, હાલોલ
૧૨. દિલીપ ઉર્ફે (ભયલું) કનુભાઈ ગોહિલ – કુંપાડીયા, હાલોલ
૧૩. હેમલ વિઠ્ઠલભાઈ પંચાલ – આમ્રપાલી, હાલોલ
૧૪. જાબીર ઉર્ફે (ટોટો) મજીદ ઘાંચી – કુંભારવાડા, હાલોલ.
હાલોલ ટાઉન પોલીસે વહેલી સવારે તમામ જુગારીઓને હાલોલ ટાઉન પોલીસ મથકે લાવી તમામ સામે કાયદેસર ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરતા ઉપરોક્ત જુગારીઓ માં અનેક નામી અને મોટા માથાઓ પોલીસ ના હાથ લાગી જતા ટાઉન પોલીસ મથક બહાર સવારે જુગારી મોટા માથાઓને બચાવવા અનેક લોકો દોડી આવ્યા હતા.