@મોહસીન દાલ,ગોધરા
હાલોલ શહેર તથા તાલુકા પંથકમાં રવિવારના રોજ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં એકાએક કાળા ડીબાંગ વાદળો છવાઈ જવા પામ્યા હતા અને એક ભારે પવનની તેજ ગતિ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.જેમાં એકાએક જ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકતા સવારના સુમારે કામ ધંધા પર જઈ રહેલા લોકોમાં દોડધામ સાથે અફરા તફરીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જેમાં ભારે વાવાઝોડાને પગલે ઠેર ઠેર ભારે ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું જેમાં થોડા સમય સુધી સતત વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશય થઈ જવાના બનાવો બનવા પામ્યા હતા. જ્યારે ઠેક ઠેકાણે એમ.જી.વી.સી.એલ. કંપનીના વીજ પોલને ભારે નુકસાન પહોંચ્યું હોવાની પણ માહિતી મળવા પામી હતી જેમાં હાલોલ તાલુકા સહિત નગરના કેટલાક સ્થળોએ વીજવાયરો તૂટી પડવાની ઘટનાઓ બનતા વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો જેમાં હાલોલ શહેરના વડોદરા રોડ સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થઈ વીજ વાયરો પર પડતા તેમજ વીજપોલ તૂટી પડવાની તેમજ વીજપોલને નુકસાન થવાની ઘટનામાં હાલોલ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના આરંભ સાથે જ મોટાભાગના વિસ્તારમાં વીજળી ડુલ થઈ જવા પામી હતી અને કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલ રહેતા હજારોની સંખ્યામાં હાલોલના નગરજનો વરસાદ અને વવાઝોડાના વિરામ બાદ પણ કલાકો સુધી કાળઝાળ ગરમીમાં શેકાતા અકળાઈ ઉઠ્યા હતા
જ્યારે હાલોલ તાલુકા પંથકમાં ગામડાઓમાં પણ ભારે વાવાઝોડાં સાથેના વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાવા સહિત ઉભા પાકને નુકસાન થયું હોવાને લઈને ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા જ્યારે કાચા મકાનો અને પતરાવાળા મકાનના નળિયા તેમજ પતરા પણ ભારે વાવાઝોડામાં વરસતા ધોધમાર વરસાદમાં ઉડ્યા હોવાની ઘટના પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાઈ હોવાની માહિતી મળવા પામી છે જ્યારે હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં સવારે એક કલાક જેટલા સમય સુધી વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદનો આંકડો ૨૧ મીમી સુધીનો લાગતા વળગતા તંત્રએ નોંધ્યો હોવાની માહિતી મળવા પામી છે જેમાં એવું કહી શકાય કે હાલોલ પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ એક કલાક જેટલા સમયમાં નોંધાયો હતો.
હાલોલ/વાવાઝોડા અને તોફાની વરસાદના પગલે વીજ પોલો અને સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી
Related Posts
Add A Comment