હળવદના રણછોડગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા! ગણનાપાત્ર રકમથી વધુ રકમનો જુગાર પકડાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
હળવદ તાલુકાના રણછોડગઢ ગામનીસીમમા આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડા રૂપીયા પાંચ લાખ વીસ હજારના મુદામાલ સાથે મોરબી જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. આ રકમ ગણનાપાત્ર રકમથી વધુ માતબર રકમ હોય સ્થાનિક પોલીસ સામે શું પગલાં લેવાય છે તે આગામી સમયમાં જાણી શકાશે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી જિલ્લા એલ.સી.બી. પોલીસને બાતમી મળેલી કે આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી, તા. હળવદ જિ. મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની ટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે હળવદ તાલુકાના રણછોડગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા સાત શખ્સો આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી તા. હળવદ જિ. મોરબી, કેતન રતિલાભાઇ પટેલ રહે. ઘુટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી, અશોકભાઇ નરભેરામભાઇ પટેલ રહે. ધુંટુ, હરીનગર સોસાયટી, તા.જી, મોરબી, કિશોરભાઇ રામજીભાઇ પટેલ રહે. મહેન્દ્રગર, પટેલનગર સોસાયટી, તા.જી. મોરબી, જયદિપભાઇ મનજીભાઇ પટેલ રહે. મહેન્દ્રનગર,ધર્મમંગલ સોસાયટી, તા.જી. મોરબી, જયતિભાઇ હરદાસભાઇ પટેલ રહે. ઘંટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી, હરેશભાઇ દામજીભાલ પટેલ રહે. ઘેટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂપિયા પાંચ લાખ વીસ હજાર નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ શખ્સો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબનો ગુનો હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી નેં જરૂરી કાર્યવાહી કરી છે.
હળવદના રણછોડગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા! ગણનાપાત્ર રકમથી વધુ રકમનો જુગાર પકડાયો!
Related Posts
Add A Comment