- ઉત્ખનન ની કામગીરી નો પ્રારંભ કર્યો
- 2700 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિનું સંશોધન થશે
પાટણ
સિંધુ સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ મોહેંજો દરો લોથલ ધોળાવીરા, એ માનવીય સભ્ય સંસ્કૃતિની શરૂઆત કહેવાય છે અને 2700 વર્ષ પહેલાં માનવીય જીવનની શરૂઆત થયેલ તે વખતે રહેણીકરણી, ખેતી, વેપાર ,ધંધો ,રોજગાર, વ્યવહાર ,તહેવાર, ધાર્મિકતા, વગેરે અંગે સંશોધન થયેલા વડનગરના ઉત્ખનનની સાથે સાથે ધોળાવીરા લોથલ માં જે અવશેષો મળ્યા તેના ઉપર પણ ખૂબ જ સંશોધન થયા અને ઇતિહાસમાં નોંધ થઈ હતી
ત્યારે,આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ફરી એકવાર ઉત્ખનન અને સંશોધન હાથ ધરાયું છે પાટણ જિલ્લો આમતો ઐતિહાસિક છે અને ધરતી ઢંક ઇતિહાસ થી ઢંકાયેલો છે ત્યારે ઇતિહાસને ઉજાગર કરવા સતત પ્રયાસો થઈ રહ્યા છે આજે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરવાલ ગામે ઉત્ખનન ટીમ પહોંચી છે અને સંશોધન હાથ ધર્યું છે જે રીતે આ સંસ્કૃતિ માઈગ્રેટ થઈ છે એટલે કે સ્થળાંતર થયેલા કેવી રીતના થયું છે એના ઉપર પણ સંશોધન કરવામાં આવશે સરવાલ ગામે એક ખેતરમાં સર્વે ટીમ દ્વારા કેટલોક ભાગ એક્વાયર કરાયો છે અને ત્યાં ખોદકામ હાથ ધરાયું છે ખોદકામ દરમિયાન જે કંઈ અવશેષો હાથ લાગશે તેના પર સંશોધન થશે 2800 વર્ષ પહેલાં માનવીય સંસ્કૃતિનો ઇતિહાસ શું હતો તેનું સંશોધન હાથ ધરાયું છે હારીજ તાલુકાના સરવાલ, મુજપુર ,લોટેશ્વર આજુબાજુ 1980માં સંશોધન થયું હતું પરંતુ કોઈ કારણસર આ સંશોધન છેલ્લા 42 વર્ષથી બંધ રહ્યું હતું તે હવે ફરી એક વખત શરૂઆત થઈ છે
હારીજ તાલુકાનું સરવાલ ગામ કદાચ ઇતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે તેનો ઇતિહાસ નવ દાયકા જુનો પણ રસપ્રદ છે સરવાલ ગામે 90 વર્ષ પહેલાં બે ભાગમાં વહેંચાયેલું હતું એક ભાગ રાધનપુર તાબાના નવાબની શાસનનો તેમ જ બીજો ભાગ ગાયકવાડી સરકારના તાબા હેઠળ હતું આજે પણ ગામમાં બે ભાગના ખૂટ મારેલા જોવા મળે છે તેમજ ગામનું તળાવ પણ બે ભાગમાં વહેંચાયેલ છે 2000 ની વસ્તી ધરાવતું અને ધોરણ 1 થી 7 સુધી પ્રાથમિક શાળા તેમજ આંશિક સુવિધા સાથેનું આ સરવાલ ગામ માં જો ઉત્ખનનમાં અવશેષો મળસે તો આજે એનો ઇતિહાસ ના સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે ગ્રામજનો ને પણ આશા છે કે ક્યાંક ગામનું કંઈક ભલું થઈ શકે એમ છે
જોકે આ બાબતે બે ભાગમાં વહેંચાયેલા ઇતિહાસની વાતનું આજે વર્તમાનમાં પણ એનું સાક્ષી બની એક ઘટના તાજેતરમાં ત્રણ મહિના પહેલા બની હતી જેમાં સરવાલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યમાં શિક્ષકો અને આચાર્યો પણ બે ભાગમાં વહેંચાયેલા હતા અને એનો મુદ્દો પણ ગુજરાત કક્ષાએ શિક્ષણ ક્ષેત્રમાં ચમક્યો તો આમ આ જ સરવાલ ગામ અત્યારે હાલ જે 90 ના વર્ષ પહેલાં બે ભાગમાં વહેંચાયેલું હતું તે હવે આજે પણ એ ચર્ચામાં આવ્યું છે