ભાવનગર: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે નૌસાર આજે સ્વરથી જ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. મહુવા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. પડ્યો હતો. લાંબા વિરામ બાદ ફરી થી મેઘની મહેર વાવણીલાયક વરસાદ થયો હતો. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસંખ્ય ગરમીના બફારા વચ્ચે વરસાદ પડતા ખેડૂતમાં આનંદની લાગણી છવાઈ હતી.
વરસાદી માહોલ હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સીઝનનો પહેલામાં પહેલો અને સારો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આ વરસાદ લાંબો સમય આવશે તો ચોક્કસ પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી થશે. તાલુકાના જાદરા.તાવેડા.દુધાળા કુભણ બાંભણીયા મોણપર બગદાણા દેગગવડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ. ખાબક્યો હતો.
@અરશદ દસાડીયા મહુવા