- ભારે વાવાઝોડું ફૂંકાતા વીજળી ગુલ વાવાઝોડા બાદ વરસાદી માહોલ
- બોડેલી ,નસવાડી, ડભોઇ, પાવીજેતપુર ના રસ્તાઓ પર વૃક્ષો ધરાસહી થતા વાહન વ્યવહાર પ્રભાવિત એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાઇ
@સુલેમાન ખત્રી : છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લામા ભારે વાવાઝોડું તેમજ વિજળી સાથે કડાકા ભડાકા થતા થોડા સમય માટે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યુ હતુ વાવાઝોડું શાંત થતાં વરસાદી માહોલ બન્યો જ્યારે ભારે વાવાઝોડા ને લઇ જીલ્લાના અનેક રસ્તાઓ પર વૃક્ષો ધરાસહી થતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો હતો
બોડેલી થી પાવીજેતપુર તરફ બોડેલી થી ડભોઇ તરફ મોડાસર ચાર રસ્તા, નસવાડી કવાંટ રોડ ,રાજપીપલા રોડ સહિતના રસ્તાઓ પર વૃક્ષો ધરાશહી થતા મોડી રાત સુધી વાહન વ્યવહાર પ્રભાવિત મૃતદેહને લઇને જતી એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાઇ હતી
નસવાડી ના સ્થાનિક પત્રકાર તેમજ પોલીસે રસ્તા પર પડેલા વૃક્ષો હટાવડાવવા તેમજ ટ્રાફીક ને અન્ય રસ્તા ઓ પર ડાયવર્ટ કરવા મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવી હતી
જોકે સ્થાનિકો એ રસ્તા પર પડેલા વૃક્ષોને કાપી હટાવવાની કામગીરી કરતા મોડી રાત સુધી રસ્તા પરનો ટ્રાફીક સામાન્ય થયો હતો
જયારે વારંવાર થતા કમોસમી વરસાદને લઇ ખેડુતોને થતુ નુકસાન એક ચિંતા નો વિષય બન્યો છે