@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી,
ગુજરાતમાં ચોમાસાની સીઝન જામી છે. ચારેબાજુ કુદરત મહેરબાન થઈ છે. સૂકા ભટ ભાસતા ડુંગર પર વનરાજી ખીલી ઉઠે છે. કુદરતના ખોળે જાણે આહલાદક દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે યાત્રાધામ શામળાજી પાસે આવેલ પહાડી વિસ્તાર નવોઢાની જેમ શણગાર સજીને પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.
અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ યાત્રાધામ શામળાજી આસપાસ આવેલ વિસ્તારમાં દર ચોમાસામાં કુદરતી વનરાજી ખીલી ઉઠે છે. કુદરતે જાણે પહાડોને લિલી ચાદર ઓઢાડી હોય એવા મકનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે. ભગવાન શામળિયો બિરાજમાન છે એ મંદિર આસપાસનો વિસ્તાર ખૂબ જ નયનરમ્ય જોવા મળ્યો છે. તમામ પહાડીઓ લીલી વનરાજીથી સુશોભિત છે સુંદર કુદરતી વનસ્પતિ વળી આબોહવા સાથે ખુબજ સુંદર વાતાવરણ ને માણવા શામળાજી અને શીનાથજી ઉદયપુર તરફ જતા તમામ યાત્રાળુઓ, પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે તંદુરસ્તી પણ પ્રફુલ્લિત રહે એવા દ્રશ્યો નિહાળવા, માણવા માટે અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમટી પડે છે.
યાત્રાધામ શામળાજી ખાતે આવેલા રેફરલ હોસ્પિટલનો સરકાર દ્વારા કોન્ટ્રાકટ રીન્યુ નહિ કરવામાં આવતા આગામી 15 જુલાઈ થી ખંભાતી તાળા મારી દેવાનો નિર્ણય હોસ્પિટલ સંચાલિત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.. જેના પગલે આસપાસના ગરીબ દર્દીઓમાં નારાજગી સાથે સરકારની કામગીરી સામે રોષ ઉભો થયો છે.
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમય થી ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા સંસ્થા અને રાજ્ય સરકાર દ્વારા શામળાજી રેફરલ હોસ્પિટલ ચલાવવામાં આવત હતું જેનો લાભ આસપાસના નાનામોટા ૫૦ ગામોના ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓ લેતા હતા ત્યારે આ ગરીબો માટે આશીર્વાદ રૂપ હોસ્પિટલને સરકારના અનુદાન નહિ આપવા તેમજ કોન્ટ્રાકટ રીન્યુ નહિ થવાના અભાવે આગામી ૧૫ જુલાઈ થી ખંભાતી તાળા લાગી જશે હોસ્પિટલ સંચાલક મંડળ દ્વારા હોસ્પિટલ ખાતે નોટિસ મૂકી દેવામાં આવી છે ત્યારે આ નોટિસ ને પગલે આ વિસ્તારના દર્દીઓ અને લોકોમાં સરકારની કામગીરી સામે નારાજગી વ્યાપી છે શામળાજી ખાતે આ હોસ્પિટલ બંધ થતા લોકોને ભિલોડા મોડાસા અને હિંમતનગર સુધી જવા મજબુર બનવું પડશે ત્યારે એક તરફ સરકાર ગરીબો માટે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મફત સારવાર આપવાની વાતો કરી રહી છે તેવામાં વિસ્તારના દર્દીઓ માટે આ આશીર્વાદ રૂપ હોસ્પિટલ અનુદાન અભાવે બંધ થવાના સમાચારે રોષ ઉભો કર્યો છે વિસ્તારના લોકો સરકાર દ્વારા આ હોસ્પિટલને અનુદાન આપી ચાલુ રાખે તેવી માંગ વિસ્તારના લોકો અને સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે
શામળાજી ખાતે ચાલતું આ હોસ્પિટલ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ હતું હોસ્પિટલમાં રોજ આસપાસ માંથી 300 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે વર્ષ દરમિયાન આ હોસ્પિટલમાં કુલ 6583 ઓપીડી , 1780 દાખલ , 83 ડિલિવરી , 38 જનરલ સર્જરી , 342 આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં 406 જેટલા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી ઓપરેશન પણ કરવામાં આવ્યા છે તેવામાં કોન્ટ્રાકટ રીન્યુ નહિ થવાના અભાવે હોસ્પિટલ બંધ થવાના સમાચારે લોકોમાં રોષ ઉભો કર્યો છે.
આ મામલે હોસ્પિટલ સંચાલક મંડળે જણાવ્યું હતું કે હોસ્પિટલ વર્ષ 2003 થી કાર્યરત છે અને છેલ્લા 20 વર્ષથી વિસ્તારના દર્દીઓની સેવા કરી રહયા છીએ પરંતુ માર્ચ મહિનામાં અમારો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો છે જેને રીન્યુ કરવા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહિ આવતા ના છૂટકે હોસ્પિટલ આગામી 15 જુલાઈ ઓપીડી સમય બાદ બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે બીજી તરફ હોસ્પિટલ બંધ થવાના સમાચારે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓની રોજગારીનો પણ મોટો સવાલ ઉભો થતા કર્મચારીઓએમાઁ પણ ચિંતાનો માહોલ છે
@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
શું હવે કોર્ટના ચુકાદા બાદ Rahul Gandhi જેલમાં જશે?
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો