આજે ફાગણ સુદ-આઠમ શનિવારે છે અને તેની સાથે જે હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. 24 માર્ચે હોલિકા દહન સાથે જ હોળાષ્ટકની સમાપ્તિ થશે. હોળાષ્ટક દરમિયાન લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે.
આઠ દિવસ કેટલાક મહત્ત્વપૂર્ણ કામ કરવા જોઈએ નહીં
ફાગણ મહિનાના શુક્લ પક્ષની પાંચમે બપોરેના 12:37 બાદ સૂર્યદેવે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેની સાથે જ મીનારક કમૂર્તાની શરૂઆત થઈ હતી. આગામી 13 એપ્રિલના મીનારક કમૂરતાની સમાપ્તિ થશે. આ દરમિયાન હવે હોળાષ્ટકનો પણ પ્રારંભ થયો છે. હોળી 24 માર્ચે છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું જ્યોતિષીઓનું માનવું છે. જેના પગલે રાત્રે 10:50 બાદ જ હોલિકા દહન થઈ શકશે. આ દિવસે ફાગણ પૂર્ણિમાને પગલે ચંદ્રગ્રહણ છે પણ છે, જે ભારતમાં દેખાવાનું નથી. શાસ્ત્રવિદના મતે હોળાષ્ટક દરમિયાન લગ્ન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. આ ઉપરાંત ઘર-જમીન-વાહન ખરીદવા જેવા મહત્ત્વપૂર્ણ કામ કરવા જોઈએ નહીં.