- અવાર નવાર મીડિયામાં સમાચાર આવતા રહે હે કે ફલાણી જગ્યાએ બાળક બોરવેલમાં(Borewell) ફસાયું છે. તેને બચાવવા માટે રેસ્ક્યુ અભિયાન શરુ કરવામાં આવે છે. આખુ તંત્ર એ બાળકની મદદે પહોંચી જાય છે.
પરંતુ શું એવું ના બની શકે છે બોરવેલને(Borewell) પહેલાથી જ સાવધાની પૂર્વક ઢાંકીને કે પછી તેની આસ પાસ કો બાળક ના જાય એ રીતેની વ્યવસ્થા કેમ ના કરી શકાય ? આપણા દેશમાં બાળકોનું બ્પરવેલમાં પડી જવું એક મોટી સમસ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરવેલમાં અનેક વખત બાળકો પડી જાય છે. અને મોટાભાગના કિસ્સામાં આબાલકો ત્યાં જ મૃત્યુ પામે છે બહુ ઓછા બાળકો છે જેને નવું જીવન મળે છે.
ખેતરોમાં ખુલ્લામાં પડેલા બોરવેલમાં(Borewell) પડી જવાથી દર વર્ષે સરેરાશ 50-60 લોકોના મોત થાય છે.
આ મામલાઓનું સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે 2010માં સૂચનાઓ જારી કરી હતી. આમ છતાં બોરવેલમાં(Borewell) પડી જવાથી મૃત્યુના કિસ્સાઓ ઓછા થઈ શક્યા નથી. NCRBના અહેવાલો અનુસાર, ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 લોકોના મોત થયા છે.
હાલમાં જ મધ્યપ્રદેશના સિહોરમાં ત્રણ વર્ષની માસૂમ સૃષ્ટિ રમતી વખતે 300 ફૂટ ઊંડા બોરવેલમાં(Borewell) પડી હતી. આ બોરવેલ ખેતરમાં ખુલ્લો પડેલો હતો. જ્યારે 50 કલાકના બચાવ બાદ સૃષ્ટિને બહાર કાઢવામાં આવી ત્યારે તેણીનું મોત નીપજ્યું હતું. આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ અને રોબોટિક ટીમ સૃષ્ટિના બચાવમાં સામેલ હતી. પરંતુ તેને બચાવી ન શકાઈ.
આ પહેલા પણ 2 જૂને ગુજરાતના જામનગરમાં બે વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી. બાળકી 20 ફૂટ ઊંડે ફસાઈ ગઈ હતી, તેને બચાવવા માટે સેના સહિતની વિવિધ એજન્સીઓએ 19 કલાક સુધી રેસ્ક્યુ કર્યું, પરંતુ સફળતા મળી ન હતી. આવી જ રીતે ગયા વર્ષે ડિસેમ્બરમાં મધ્યપ્રદેશના બેતુલમાં બોરવેલમાં પડી જવાથી 8 વર્ષીય તન્મયનું મૃત્યુ થયું હતું. 84 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તન્મયને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો.
દર વર્ષે, સમગ્ર દેશમાંથી બાળકોના બોરવેલમાં પડી જવાના ઘણા કિસ્સાઓ નોંધાય છે, જેમાંથી મોટાભાગના બોરવેલની અંદર જ ગૂંગળામણને કારણે મૃત્યુ પામે છે.
સવાલ એ છે કે, દેશમાં વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં ક્યાં સુધી બોરવેલ કે ટ્યુબવેલના ખાડા ખુલ્લા રાખવામાં આવશે અને નિર્દોષ લોકો તેમાં પડીને મૃત્યુ પામતા રહેશે. આખરે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવન સાથે આ પ્રકારનો ખેલ ચાલશે?
જે રાજ્યમાં એક બાળક બોરવેલમાં પડી જાય છે, ત્યારે વહીવટીતંત્ર અકસ્માત બાદ જાગે છે અને બોરવેલ ખુલ્લો છોડનારાઓ સામે ઝુંબેશ ચલાવીને કડકતા બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જમીન પર કંઈ ખાસ દેખાતું નથી. એકાદ-બે મહિનામાં બાળકોના બોરવેલમાં પડવાના સમાચાર કોઈને કોઈ રાજ્યમાંથી સામે આવે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સ્થિતિ યથાવત છે.
11 ફેબ્રુઆરી, 2010ના રોજ, સુપ્રીમ કોર્ટે બોરવેલ અંગે ઘણી માર્ગદર્શિકા જારી કરી હતી. પરંતુ તેમનું પાલન થતું નથી. પરીના આજે પણ દેશભરમાં અવારનવાર બાળકોના બોરવેલમાં પડવાના કિસ્સા સામે આવી જ રહ્યા છે. તત્કાલિન CJI કેજી બાલક્રિષ્નનની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે એક અરજી પર સ્વતઃ સંજ્ઞાન લેતા આ નિર્દેશો જારી કર્યા હતા. કોર્ટે સરકારોને આ આદેશનો વ્યાપક પ્રચાર કરવા પણ કહ્યું હતું. તાત્કાલિક પગલાં લેવા માટે વિવિધ રાજ્યોને નોટિસ જારી કરી
સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો જારી કર્યા છે
- – બોરવેલ ખોદવાના 15 દિવસ પહેલા જમીન માલિકે ડીસી અથવા સરપંચને જાણ કરવી પડશે.
- અધિકારીઓની દેખરેખ હેઠળ બોરવેલ ખોદવો જોઈએ.
- – બોરવેલ ખોદતી વખતે માહિતી બોર્ડ લગાવવાનું રહેશે.
- બોરવેલની આસપાસ કાંટાળા તારની વાડ બનાવવી પડશે. ચારે બાજુ કોંક્રીટની દિવાલ બનાવવી પડશે.
- ડીસી શહેરી વિસ્તારોમાં માર્ગદર્શિકા અને ગ્રામીણ વિસ્તારોમાં સરપંચ અથવા સંબંધિત વિભાગને અનુસરવા માટે જવાબદાર રહેશે.
- બોરવેલ અથવા કૂવાને ઢાંકવા માટે મજબૂત સ્ટીલનું ઢાંકણું લગાવવું પડશે.
- બોરવેલનું કામ પૂર્ણ થયા બાદ આસપાસના ખાડાઓને સંપૂર્ણપણે ભરવા જરૂરી બનશે.
ચાર વર્ષમાં 281 મૃત્યુ
NCRBના અહેવાલો અનુસાર, 2018 થી 2021 સુધી એટલે કે ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 લોકોના મોત થયા છે. 2018માં 121 લોકોએ બોરવેલમાં પડી જવાથી, 2019માં 62, 2020માં 65 અને 2021માં 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ