ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલો છે અહી નાં માછીમારો અહીયા અન્ય કોઈ ઔધોગિક વિકાસ નહીં હોવાથી લોકો ખેતી અને માછીમારી ઉપર નિર્ભર છે.ઉના તાલુકાના આસપાસના ગામડાના લોકો વર્ષના 7 થી 8 મહિના દરિયામાં માછીમારી કરવા જાય છે. માછીમારોના આ વ્યવસાયમાં ખૂબ મોટું જોખમ રહેલું છે. અવારનવાર માછીમારોને બોટ સાથે દરિયામાંથી પાકિસ્તાન એજન્સીઓના ઉઠાવી જાય છે અને પકડીને પાકીસ્તાન માં કેદ કરી દે છે.આ માછીમારોને છોડાવવામાં સરકારને ત્રણ થી ચાર વર્ષ લાગે છે અને ક્યારેય માછીમારોની લાશ પણ આવે છે. પાકિસ્તાનમાં કેદ ભારતીય માછીમારોની પરિસ્થિતી ખૂબ દયનીય છે.અનેક રોગથી પીડાતા લોકોની ત્યાં સારવાર પણ યોગ્ય રીતે કરવામાં આવતીનથીજેથીઘણીવારઆવિસ્તારના લોકોની લાશ પણ બે મહિને આવી હોવાના બનાવો બન્યા છે ઉના તાલુકાના ખાણ ગામના ભરત બાંભણિયા નામના યુવક પાકીસ્તાન જેલમાં આશરે છેલ્લા ત્રણ વર્ષથી કેદ છે. ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો રહે છે. નાળિયેરીના પાનમાંથી સાવરણા કાઢીને દસ દસ રૂપિયામાં વેચાણ કરી ગુજરાન ચલાવે છે.ખાણ ગામના 9લોકોમાછીમારી કરવા જતાં દરીયાઇ સમુદ્ર માંપાકિસતાન મરીન નેશનલ નેવી સીકયુરટી હાથે ઝડપાયા બાદ પાકીસ્તાન જેલ માં ત્રણ ચાર વર્ષથી જેવાં લાંબા સમયથી કેદ છે
અચાનક પાકિસ્તાન નાં એક અજાણ્યા નંબર થી હોસટેઅપ મેસેજ રાત્રીના ભરતના એક ઉના રહેવાસી મિત્ર પર આવેલો જે ખોલતા તેમાં ભરત નો લેટર હોવાનું જાણવા મળેલ આ લેટરમાં પાકીસ્તાનમાં કેદ પોતાની સાથેના 148 કેદી કે જેઓ 3 થી 4 વર્ષથી કેદ છે તેઓ છૂટી જવાના હતા અને યાદી પણ બની ગયેલ.પણ હાલ બીજી એક યાદી પાક જેલના કેદીની બની છે જે કેદીઓ એક વર્ષ પહેલાં જ આવેલા છે.એવું ભરત ભાઇ ત્યાં જેલમાં જાણવા મળેલ હોય ભરત ભાઈ એ તેમના મિત્ર ને આ અંગે રાજકીય આગેવાનો નો સંપર્ક કરવા અને તંત્ર ને રજૂઆત કરવા જણાવેલ છે પાક મોબાઈલ નંબર થી આવેલા વોટ્સએપ ઉપર ના લેટર કોણે મોકલ્યો છે એ વાત ની પુષ્ટિ કરી શકાતી નથી પણ મોબાઇલ નંબર પાકીસ્તાન નો હોય એ ખ્યાલ આવી શકે છે પત્ર ખાણ ગામનાં માછીમાર ભરતભાઈ બાંભણીયા એ લખ્યો હોય અને તેમાં ઉના અને ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી રાજકીય પ્રજાના પ્રતિનિધિઓ અને આગેવાનો નાં નામ નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાન જેલ હવાલે રહેલાં ૧૪૮ માછીમારો ત્રણ થી ચાર વર્ષ જેવાં લાંબા સમયથી જેલમાં સબડી રહ્યા છે દરેક વખતે લીસ્ટ બનાવી નવાં પકડાતાં માછીમારો છુટી જાય છે પરંતુ જુનાં ને છોડવાં માં આવતાં નથી વધું માં એવું પણ જણાવ્યું છેકે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે એ ૧૪૮ માછીમારો ને છોડી મુકવા આદેશ કર્યો હોય તે માછીમારો નું લીસ્ટ ગુમ કરી દેવાય છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં નથી આમ જૂના પકડાયેલાં માછીમારો અનેક યાતના ભોગવવી પડે છે આગેવાનો દ્વારા ભારત સરકાર નાં વિદેશી મંત્રાલય અને માછીમાર ઉધોગ નાં મંત્રી સુધી આ બાબતે રજુઆત કરી વહેલી તકે માછીમારો ને છોડાવવા વેદનાં વ્યક્ત કરી છે
આ બાબતે ખાણ ગામે મિડીયા પહોંચતા ત્યાંના ગ્રામપંચાયત નાં ઊપ સરપંચ વિજય બી.બાંભણિયા ને પુછતાં જણાવ્યું હતું કે ગામના લોકો માછીમારી કરવા જાય છે તેમના પરિવારો ખેતી તથા મજૂરી કરી ગુજરાન ચલાવે છે સરકાર સમક્ષ પોતાનાં ગામ નાં માછીમારો ત્રણ ત્રણ વર્ષથી સરકારમાં રજૂઆત કરેલ છે ગામના કુલ 9 માછીમારો છે જે હાલ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે તેને છોડાવવા ગાંધીનગર નાં ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી , ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરી ત્યારબાદ પણ કોઈ પાસેથી જવાબ ન મળતા દિલ્હી સુધી આ જેલમાં કેદ માછીમારો અંગે રજૂઆત કરેલી છે ગામના માછીમારો ત્રણ ત્રણ વર્ષ જેટલો સમય વિતવા છતાં આજદિન સુધી કોઈ પત્ર કે જવાબ નથી જેથી તેમના પરિવારજનો ચિંતા કરે છે. હાલ એક પત્રમાં એવું જાણવા મળ્યું છે કે માછીમારોને છોડવા માટે ત્યાંથી મંજૂરી પણ આવી છે છતાં પણ આજ દિન સુધી આ માછીમારો છૂટીયા કેમ નહીં ? માછીમાર નો પરિવાર અહીંયા ચિંતા કરે છે વહેલી તકે ખાણ ગામે સહિત નાં માછીમારો ની યાદીમાં નામ આવે અને વહેલા છૂટી તેમના માદરે વતન પરત લાવવા લાગણી વ્યક્ત કરી હતી
,,,,પતિ નું નામ છૂટી આવેલા ખલાસી નાં લીસ્ટ માં હતું પણ છુટીને આવ્યા નહીં:: લક્ષ્મીબેન ( માછીમાર ના પત્ની)
ત્રણ ત્રણ વર્ષ થયા પહેલા લિસ્ટ આવ્યું હતું તેમાં નામ હતું તો એ લિસ્ટ પાછું દબાઈ ગયું તો પાછું નામ નથીમોબાઇલમાં એક લિસ્ટ આવ્યું છે તેમાં પાછળથી પકડાયેલ હતા તેમનું નામ આવી ગયું તો પહેલાના પકડાયેલ તેના નામ કેમ નથી ? તેમાં નામ કેમ દબાઈ ગયા? સરકારને વિનંતી કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં માછીમારો પકડાયા છે તેને છોડાવવામાં આવે અમારે પરીવાર માં નાના બાળકો છે. સાવરણા બનાવી 10 રૂપિયા વેચીએ પરીવાર નું ગુજરાન કરીએ છીએ છોકરા બીમાર પડે તો અમારે તેમના દવાખાના અને સ્કૂલ નાં શિક્ષણ માટે ખર્ચો કેમ કરવો..?અન્ય બીજી કોઈ આવક નથી પરિવારમાં એક જ વ્યક્તિ કમાઉ હતો જે ત્રણેક વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો રહે છે. નાળિયેરીના પાનમાંથી સાવરણા કાઢીને દસ દસ રૂપિયામાં વેચાણ કરી ગુજરાન ચલાવે છે.ખાણ ગામના કુલ 9 લોકો પાકીસ્તાન જેલમાં આશરે ત્રણ વર્ષથી કેદ હોવાથી પરિવાર દયનિય હાલત માં જીંદગી ગુજારે છે
ભરતભાઈ બાંભણીયા ત્રણ વર્ષ થી જેલ માં જતા દર્દ ભયું જીવન જીવી રહ્યા છે. (પાક કેદી ભરત ભાઈની માતા)
બચ્ચન થી ઉછરી ને દિકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો અને દરીયાઇ સમુદ્ર નો સાગર પુત્ર તરીકે બોટ માં જાય વર્ષ નાં આઠ માસ ની સીઝન પુરી કરી આવે અને પત્ની સંતાનો નુ ગુજરાણ ચાલે ત્રણ ચાર વર્ષથી પાકિસ્તાન જેલ માં કેદ ભરત પકડાયાં પછી દર્દ ભયું જીવન જીવી રહ્યા છીએ દિકરાની યાદી આવતાં દરદર આંખો માંથી આંશુ નાં પાણી વહેતાં માં ની મમતા છલકાઈ આવી કહેવા લાગ્યા કે મારા દિકરા અને અમારા પરીવાર નાં ૯ સભ્ય નાં છુટવા નાં લીસ્ટ માં નામ કેમ નહીં આવતું હોય?? અમારે આ દુઃખ નાં સમયે નારિયેળીના પાનામાંથી સળિઓ કાઢી સાવરણા બનાવી મારા દીકરાના દીકરાનું અને અમારું ગુજરાન ચલાવવું પડે છે એ કમાનાર વ્યક્તિ જેલ હવાલે હોવાથીઆવકનું અન્ય કોઈ સાધન કે જમીન પણ નથી અમારા દીકરાએ કાગળ લખી મોકલેલ છે. હાલ દીકરો ભરત પાકિસ્તાનની જેલમાં છે તો સરકાર સમક્ષ પોતાની વાત પહોંચાડી ને દીકરા ભરત ને વહેલા છોડાવવામાં આવેતેવી વ્યથા વ્યક્ત કરી હતી
,, ધર નું માણસ નહીં હોવાથી છોકરાં નાં પેટ ભરવા મુશ્કેલ બને છે. ::જીલું બેન ( માછીમાર રમેશ ના પત્ની)
પાકિસ્તાન જેલમાં રહેલાં અન્ય માછીમાર રમેશભાઈ પણ ત્રણ કરતાં વધું સમય થી જેલમાં છે તેમનાં પત્ની જીલુબેન પોતાના પતિ સાગર ખેડુ હોય પરીવાર નું ગુજરાણ ચલાવતાં તે જેલમાં જતાં પરિવારમાં નાના બાળકોને ઉછેરવાની જવાબદારી એકલા પર આવી પડતાં પૂરી કરી રહ્યા છે તે કહેછે કે આજ નાં મોંધવારી નાં સમયે પેટ ભરવા મુશ્કેલ બન્યા છે ત્યારે રોજ સાવરણા બનાવીએ છીએ અને છોકરાઓનું પેટ ભરીએ છીએ. રમેશ ભાઈ ત્રણ વર્ષ પહેલાં પકડાયા હતાં અને હાલ પાક જેલમાં છે.રજુઆત કરવાં છતાં કોઈ સાંભળતું નથી!!
રીપોર્ટર કાર્તિક વાજા ઊના