@મોહસીન દાલ ગોધરા
ગોધરા શહેર ફરતે આવેલ ખેતીની કિંમતી જમીનોમાં ખાતેદાર વારસદારોની જાણ બહાર ભૂમાફિયા સિન્ડીકેટ ગેંગના કળા કરવાના ચોંકાવનારા કિસ્સાઓમાં એક કિસ્સો એવો બહાર આવ્યો છે કે શહેરથી અંદાઝે ૧૦ કિ.મી.ના અંતરે હાઈવેને અડીને આવેલ સામલી ગામના એક વૃધ્ધ ખેડૂત કાળુભાઈને પોતાની ખેતીની જમીન માટે પોતે મૃત્યુ પામ્યા નથી અને જીવિત હોવાના સોગંદનામા સાથે ગોધરા પ્રાંત કચેરીમાં રજૂઆતો માટે આંટાફેરા કરતા હોવાનો એક દયનિય કિસ્સો બહાર આવ્યો છે. જો કે સામલી ગામની આ ખેતીની જમીનમાં ભૂમાફિયાઓના ઈશારે ઉભા થયેલા બારોબારના બોગસ વારસદારોના આ ખેલોમાં વહીવટી તંત્રના કર્મચારીઓની પણ ઈરાદાપૂર્વક બેદરકારીઓ બહાર આવે એમ છે.
સામલી ગામની એક ખેતીની જમીનના ત્રણ ખેડૂત વારસદારો પૈકી એક અખમબેનનું વર્ષ ૨૦૧૭માં અવસાન થયું હતું અને બે ખેડૂત ખાતેદારો કાળુભાઈ અને રયલીબેન હયાત હતા.આ વારસદારોની જાણ બહાર ભેજાબાજોએ ગોકળપુરા ગામેથી ભળતા નામના મૃતક અખમબેનના મરણના દાખલાના આધારે આ જમીનમાં તાજેતરમાં વારસાઈ હકકે નામો દાખલ કર્યા એમાં રયલીબેનનું નામ ખેતીની જમીનમાંથી બારોબાર અદ્રશ્ય થઈ ગયું અને આ ખેતીની જમીનના વૃધ્ધ માલીક કાળુભાઈ અવસાન પામ્યા હોવાના ગોધરા પ્રાંત કચેરીમાં અપીલ દાખલ કરીને મરણનો દાખલો માંગવામાં આવ્યો હતો.આ ખબરોથી ચોંકી ગયેલા ખેતીની જમીનના વૃધ્ધ માલીક કાળુભાઈ પોતે જીવિત છે અને મૃત્યુ પામ્યા નથી એવા સોગંદનામા સાથે રજૂઆત કરવા મજબૂર બન્યા છે.!!
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU