છેલ્લા કેટલાક વર્ષોમાં બૉયકોટએ બોલીવુડનું પ્રમોશન માટેનું સૌથી મોટું હથિયાર બની ગયું છે. ફિલ્મનો બોયકોટ કારોંએટલે ઈલ્મ સુપર હિટ થવાની ગેરંટી મળી જાય છે. પદ્માવત પતાહાં એ આના સૌથીમોટા ઉદાહરણ છે. પદ્માવતનો બહિષ્કાર કર્યો ફિલ્મ 300 કરોડથી ઉપર કામની કરી ગઈ, પઠાણનો બહિષ્કાર કર્યો હજારો કરોડનો ધંધો કરી નાખ્યો. જે ફિલ્મોનો બ્હીશકર કરવામાં આવ્યો ભલે તેમાં કોઈ સ્ટોરીલાઈન નથી પાર ફિલ્મો બોક્સર્સ ઓફિસ પર ટંકશાળ પાડવામાં સફળ રહી છે. ફિલ્મો બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાયછે તો સ્વભાવિક છે કે, કમાણી કરવી પણ જરૂરી છે.પછી તે કેરળ સ્ટોરી હોય કે આદિપુરુષ…
આદિપુરુષમાં તો કૃતિ સેનન છોકરી છે જે સીતા બની છે. જયારે ગ્રામ્ય કક્ષા એ ભજવાતી રામલીલામાં તો છોકરા જ માતા સીતા, મંથરા, શૂર્પણખા, બને છે, પરંતુ એ જોઈને પણ દર્શકો ભાવવિભોર થઇ હાથ જોડી દેતા હોય છે.
રામ રાવણના યુદ્ધ પર બનેલી ફિલ્મ આદિપુરુષમાં આવી અનેક વિચિત્ર ઘટનાઓ છે. ક્યારેક એવું લાગે છે કે મહર્ષિ વાલ્મીકિ અને સંત તુલસીદાસે દુનિયાથી કેટલીક હકીકતો છુપાવી હતી, જેને ઓમ રાઉતે ઉજાગર કરી છે. મૂછો સાથે રામ, આધુનિક હેર સ્ટાઇલમાં ઔરંગઝેબના લુકમાં રાવણ, દાઢીવાળા લક્ષ્મણ અને આદિપુરુષ ફિલ્મમાં હનુમાનજીના એવા ટપોરી ટાઇપના ડાયલોગ્સ છે કે વાત ના પૂછો. લંકા બાળતા પહેલા હનુમાન મેઘનાદને કહે છે – ‘તેરે બાપ કા કપડાં, તેરે બાપ કા તેલ’, અશોક વાટિકામાં પહોંચેલા હનુમાનને મેઘનાદ કહે છે – ‘તેરી બુઆ કા બગીચા હૈં’ રાવણને સમજાવતા મંદોદરી કહે છે – ‘આપ અપને કાલ કે લીયે કાલીન બિછા રહે હૈ. ‘ હનુમાનજી કહે છે- જો હમારી બહેનો કો છુંએ કે ઉનકી લંકા લાગે દેંગે’
આવા હલકા સંવાદોના લેખક શુક્લજીને શત શત નમન. તેમની વ્હોટ્સએપ યુનિવર્સિટીને પણ સલામ, જ્યાંથી તેમણે ઘણા ડાયલોગ ઉઠાવ્યા હોય… ત્રેતા યુગીન કહાનીના સંવાદો જે અણઘડતાથી લખાયા છે, તેમાં જે રીતે ઉર્દૂ શબ્દોનો વરસાદ થયો છે તે શરમજનક છે.
આદિપુરુષમાં પણ કેટલીક નવી વસ્તુઓ છે, તે પણ ઠીક છે. રામાયણ સિરિયલમાં વિભીષણ રાવણનો નાનો ભાઈ હતો, પરંતુ રાવણ ઘણો નાનો લાગતો હતો, વિભીષણના અડધા વાળ પાકેલા હતા, મૂછો પાકી હતી. પણ આદિપુરુષનો વિભીષણ ખૂબ જ યુવાન છે, તે રાવણ સાથે શરાબના કાળા ગ્લાસમાં દારૂ પીવે છે. વિભીષણની એક સુંદર પત્ની પણ છે, જે ખૂબ જ બુદ્ધિશાળી છે. મંદોદરીને ઘણીવાર સિરિયલો અથવા ફિલ્મોમાં જાડી દર્શાવવામાં આવી છે, જ્યારે મંદોદરીનો અર્થ એવો થાય છે કે જેનું પેટ નાનું હોય, એટલે કે પાતળી કમર હોય. તો આદિપુરુષની મંદોદરી સુંદર છે, પાતળી છે. ફિલ્મની શૂર્પણખા પણ ગોરી ચામડીની અને સુંદર છે.
ભારતમાં દર વર્ષે રાવણનું દહન કરવામાં આવે છે, તેમ છતાં તે એક મહાન વિદ્વાન અને શિવનો મહાન ભક્ત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં તેને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે. રાવણનો પ્રવેશ તપસ્યા કરતી વખતે થાય છે. બર્ફીલા પર્વત પર તપસ્યા કરી રહેલા રાવણને બ્રહ્મા વરદાન આપે છે. આ પછી રાવણ મહેલમાં બનેલા વિશાળ શિવલિંગની સામે બેસીને વીણા કે વાયોલિન જેવું કંઈક વગાડે છે, એટલું જોરથી વગાડે છે કે આંગળીઓ ઘાયલ થાય છે, દોરી પણ તૂટી જાય છે. આદિપુરુષનો રાવણ સુવર્ણ સિંહાસન પર બેસતો નથી, તે કાં તો ભોલેનાથના મંદિરમાં કે મહેલના ધાબા પર બેસે છે. રાવણ સાપની માલિશ પણ કરાવે છે. તે ડઝનબંધ અજગર દ્વારા તેની મસાજ કરાવે છે.
આદિપુરુષનો રાવણ કર્મયોગી છે, કરકસરિયો છે. તેની પાસે પુષ્પક વિમાન છે, પરંતુ કદાચ ડીઝલ-પેટ્રોલના ઊંચા ભાવને કારણે તે તેનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેની સવારી તરીકે વિશાળ માંસાહારી ચામાચીડિયા સાથે ઉડતા રહે છે. ચામાચીડિયાની લગામ રાવણના હાથમાં છે. તેની પીઠ સપાટ છે, જેના પર રાવણ સીતા મૈયાને સુવડાવીને લંકા લાવ્યો હતો.
રાવણ આત્મનિર્ભર છે. તે તેની તલવારને તીક્ષ્ણ કરવા માટે તેના સેવકો પર આધાર રાખતો નથી, તે પોતે તેને હથોડીથી તીક્ષ્ણ બનાવે છે. એટલું જ નહીં, તે પોતાના વાહનના ચામાચીડિયાને પોતાના હાથથી માંસ પણ ખવડાવે છે. રાવણની પાસે રાક્ષસો ઉપરાંત ચામાચીડિયાની પણ વિશાળ સેના છે.
રામ આ દેશના દરેક ભાગમાં છે. કારણ એ છે કે રામને ધર્મ સિવાય આ દેશની સંસ્કૃતિ અને સભ્યતા સાથે સંબંધ છે. આ જ કારણ છે કે આજે પણ ગામડાઓમાં લોકો કોઈપણ ધર્મને ધ્યાનમાં લીધા વિના એકબીજાને રામ-રામનું અભિવાદન કરે છે. તેથી, જ્યારે તમે રામનું નિરૂપણ કરો છો, ત્યારે તેને આ દેશની સભ્યતા અને સંસ્કૃતિ અનુસાર કરો, તેની વાર્તામાં બોમ્બેની ‘ટપોરી હિન્દી’ ભેળવવાથી લોકો ચોક્કસપણે નારાજ થશે.
આ દેશમાં કે વિદેશમાં જ્યાં પણ રામ ભક્ત, છે ક્યારેય કોઈએ રામાયણ સિરિયલ કે પછી અન્ય યોજાતી રામલીલાની આટલી વગોવણી નહિ જ કરી હોય… જેટલી આદિપુરુષની થઇ રહી છે. ભારતમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો પૌરાણિક દરજ્જો ધરાવે છે, તે મહાકાવ્ય પણ છે.
ભણસાલીએ શરચંદ્રની ‘દેવદાસ’ને ભવ્ય ડિઝાઇનર બારાત અને હવેલીઓના કેલિડોસ્કોપમાં ફેરવી, લોકોએ તાળીઓથી વધાવી પણ લીધી હતી. પણ પણ રામકથાની વાત જ અલગ છે. ત્યાં તમે સમગ્ર દેશની ધડકતી સભ્યતા અને સંસ્કૃતિને રજૂ કરો છો, હનુમાન રામકથાના સૌથી મોટા રામભક્ત, ત્રિકાળજ્ઞાની છે. જો તમે તેમના મોઢામાંથી ટપોરી ડાયલોગ્સ કાઢશો તો સમસ્યા થશે જ .