- હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા વિશ્વામિત્રી કોતરમાંથી અવરોધ રૂપ કચરાના ઢગલાઓની સાફ સફાઈ કરાવીને “વહો વિશ્વામિત્રી” અભિયાનને વેગ આપ્યો.!!
@મોહસીન દાલ ગોધરા
હાલોલ શહેરમાંથી પાવાગઢ ડુંગર ઉપરથી ઉતરતા વરસાદી પાણીના પ્રવાહને વિશ્વામિત્રી કોતરમાં એકત્ર થયેલા કચરા અને ગંદકીઓના ઢગલાના 1nonlynewsમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલને લઈને હાલોલ નગર પાલિકાના વહીવટી સત્તાધીશો દ્વારા વિશ્વામિત્રી કોતરમાંથી પાણીના પ્રવાહને અવરોધતા આ કચરાના ઢગલાઓને સત્વરે દૂર કરીને સાફ સફાઈ કરીને વહો વિશ્વામિત્રી અભિયાનને વેગ આપ્યો હતો.
વહો વિશ્વામિત્રી અભિયાનને સફળ અને સાર્થક કરવાના પ્રયાસોમાં અવરોધ બનેલા હાલોલના લીમડી ફળિયામાંથી પસાર થતા વિશ્વામિત્રી કોતર માં વહેતા થયેલા પાણીમાં ગંદકીની સાફસફાઈ ના અભાવે ઉભી થયેલી પરીસ્થિતિની વાસ્તવિકતા દર્શાવતા 1nonlynewsના અહેવાલ બાદ સફાળા જાગેલા હાલોલ નગર પાલિકાના વહીવટી તંત્ર એ આજે વિશ્વામિત્રી કોતરમાં સાફ સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. અને વહો વિશ્વામિત્રી અભિયાનને સાર્થક કરવાના પ્રયાસોમાં સહભાગી બન્યા હતા.
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપરના વહેતા ઝરણાઓ અને ધોધ માંથી ખળભળ વહેતી વિશ્વામિત્રી નદીને પુનઃ જીવિત કરવા માટે ‘વહો વિશ્વામિત્રી’ માટેનું એક જાગૃત અભિયાન છેલ્લા ૧૪ વર્ષ થી શરૂ થયું છે. અને આ અભિયાન સાથે જોડાયેલા અનેક લોકો વિશ્વામિત્રીને વહેતી કરવા સતત પ્રયત્નશીલ છે, ત્યારે હાલોલ નગર માંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદીના કોતરમાં ગંદકી આ અભિયાનમાં અવરોધ ઉભું કરતું હોવાના અહેવાલ 1nonlynews એ પ્રસિધ્ધ કરી જો અહીં કામગીરી કરવામાં નહીં આવે તો આ કોતરમાં આવતા વરસાદી પાણી વડોદરાની જેમ હાલોલના કેટલાક વિસ્તારને ઘરમોળશે એવી દહેશત પણ વ્યક્ત કરી હતી.
આજે હાલોલ નગર પાલિકા વહો વિશ્વામિત્રી અભિયાનને સફળ અને સાર્થક બનાવવમાં સહભાગી બન્યું હતું અને લીમડી ફળિયા વિસ્તારમાં આવેલ કોતરમાં ઉભી થયેલી અને વિશ્વામિત્રીને વહેતી રાખવામાં અવરોધરૂપ ગંદકી દૂર કરવાનું અભિયાન નગર પાલિકાના સત્તાધીશો એ હાથ ધરી સાચા અર્થમાં વિશ્વામિત્રી ને વહેતી રાખવાના ધાર્મિક મહત્વને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો હતો. 1nonlynewsના અહેવાલ બાદ નગર પાલિકાના ચીફ ઓફિસરે તત્કાલિત અસરથી જે.સી.બી. અને ટ્રેક્ટરો લગાવી વિશ્વામિત્રીના કોતરની સાફ- સફાઈ કરાવી હતી.
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
શું હવે કોર્ટના ચુકાદા બાદ Rahul Gandhi જેલમાં જશે?
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો