imran khan: પાકિસ્તાનની એક કોર્ટે શનિવારે (3 ફેબ્રુઆરી) જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને સજા સંભળાવી. કોર્ટે બંનેને બિન-ઈસ્લામિક લગ્નના કેસમાં સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે પાંચ- પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સજા સંભળાવી ત્યારે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી બંને કોર્ટમાં હાજર હતા.
જણાવી દઈએ કે ઈમરાન ખાનની (imran khan) પત્નીના પ્રથમ પતિ ખાવર મનેકાએ આ બાબતે કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેણે બે લગ્ન વચ્ચે ફરજિયાત વિરામ અથવા ઈદ્દતનું પાલન કરવાની ઈસ્લામિક પ્રથાનું ઉલ્લંઘન કર્યું છે.
ઈમરાનની પૂર્વ પત્ની માનેકાએ પણ તેના પર લગ્ન પહેલા એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. અડિયાલા જેલમાં 14 કલાકની સુનાવણી બાદ શુક્રવારે રાત્રે ટ્રાયલ કોર્ટે સુનાવણી પૂર્ણ કરી હતી.
જણાવી દઈએ કે, ઇસ્લામમાં શરિયત મુજબ કોઈ મુસ્લિમ મહિલાને તેના પતિના મૃત્યુ પછી થોડા સમય માટે ફરીથી બીજા લગ્ન કરવાની મનાઈ છે, આને ઇદ્દત કહેવામાં આવે છે. ઇદ્દત દરમિયાન એટલે કે નિશ્ચિત સમયગાળા માટે, સ્ત્રી બીજા લગ્ન કરી શકતી નથી. આ નિશ્ચિત સમયને ઇદ્દત કહેવામાં આવે છે. આ સમય 4 મહિના અને 10 દિવસનો છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રી માટે અન્ય પુરુષો સામે ઓઝલ રહેવું જરૂરી છે.
whatsapp group please click below link nbmn
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવા 15 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી
હચમચાવતી ઘટના, પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતા 5 વર્ષના માસુમ પુત્રનું મોત
World Cancer Day: દેશમાં માત્ર એક વર્ષમાં 14 લાખ લોકોને થયું કેન્સર, આ છે કારણ