અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરના 130 જંકશનો પર 1695 CCTV કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સ્માર્ટ સીટી કંપનીએ અમદાવાદ શહેરમાં ઓવર સ્પીડીંગ સહિત 21થી વધુ જુદા-જુદા પ્રકારના વાયોલેશન પકડવા માટે AI સોફ્ટવેર તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડી દીધાં છે.
આ ટેન્ડર મંજુર થયા બાદ જુદા-જુદા 21થી વધુ જેટલા વિહિકલ એકટના ગુનાના ભંગ બદલ ઇ-મેમો આપવામાં આવશે. નવા સોફ્ટવેરના ડેવલપમેન્ટ બાદ ઓવરસ્પીડીંગના કિસ્સામાં પણ ઇ-મેમો આપી શકાશે. શહેરમાં ઓવર સ્પીડિંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં આ સોફ્ટવેર (software) દ્વારા કાર્યવાહી કરી શકાશે.
ડ્રીંક કરી વાહન ચલાવવું (drink and drive), સીટબેલ્ટ વગર વાહન ચલાવવું, ચાલુ વાહને ફોન પર વાત કરવી, રોંગ સાઈડ પર જવું, વાહન પર કાળી ફિલ્મ લગાવેલી હોવી, વાહનોમાં વધુ પડતા મુસાફરો ભરવા, ફેન્સી નંબર પ્લેટ વગેરે અંગે માહિતી મળી શકશે.
આ સાથે કોઈ વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો વગેરેને શોધવા પણ ઉપયોગી થશે. રોડ પર પડેલા ખાડા, રસ્તા પર રખડતા પશુઓ, રોડ પર રહેલા વાહનો પર પણ નજર રાખી શકાશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
sunny deol પર 53 કરોડનું જંગી દેવું, ચૂંટણી એફિડેવિટમાં અભિનેતાએ આપ્યો દરેક પૈસાનો હિસાબ