- મહીસાગર જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાયા…..
@mohsin dal, godhra
હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ગત મધ્યરાત્રિથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બાદ વહેલી સવારથી વરસાદે જોર પકડ્યું હતું અને દિવસ દરમિયાન જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના કારણે કેટલાક નદી- નાળા છલકાયા છે. તો કેટલાક નદી તળાવોમાં નવા નિરની આવક નોંધાઈ છે.
લુણાવાડામાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી વહ્યા હતા. જ્યારે જિલ્લાના વીરપુરમાં પણ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વીરપુરમાંથી પસાર થતી લાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નદી પરના બે કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે વીરપુરથી આસપાસ ના ગામડાના માર્ગ બંધ થયા છે. તો વીરપુર લીંબડીયા માર્ગ પર દરગાહ પાસેના પુલને અડીને પાણી વહી રહ્યું છે. જેથી દરગાહ તરફ જવાનો રસ્તો બંધ થયો છે.
લુણાવાડામાં વહેલી સવારથી અત્યાર સુધી પાંચ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લુણાવાડાના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક વિસ્તાર, દરકોલી દરવાજા, વરધરી રોડ, જયશ્રી નગર સોસાયટી, લુણાવાડા- ગોધરા હાઇવે માર્ગ સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે. તેમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લુણાવાડા શહેરમાં ભારે વરસાદ વરસતા અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. ધોધમાર વરસાદ વરસવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. જ્યારે શહેરના ફુવારા ચોક વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહના કારણે ડુંગર વિસ્તારમાંથી માટીનું પણ ધોવાણ થઈ અને રસ્તા ઉપર માટી અને પથ્થર તણાઈને આવ્યા હતા.
આજે સપ્તાહનો પહેલો દિવસ છે. ત્યારે ચાલુ દિવસે નોકરીયાત વર્ગ તેમજ શાળાએ જતા બાળકો અને વહેલી સવારે ધંધાર્થે જતા લોકો વરસાદમાં અટવાયા હતા. ધમાકેદાર મેઘરાજાની બેટિંગમાં લુણાવાડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
લુણાવાડા વીરપુરની સાથે જિલ્લાના અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખાનપુર તાલુકાના નરોડા ગામે વહેલી સવારે ભારે વરસાદ વરસતા ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને દૂધની ડેરી પર દૂધ ભરાવા જતા લોકો અટવાયા હતા.
લુણાવાડા, વીરપુરમાં 5 ઇંચ, સંતરામપુરમાં 3 ઇંચ, કડાણા, ખાનપુર અને બાલાસિનોરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી વહ્યા હતા. જ્યારે જિલ્લાના વીરપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેજ રીતે મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગત મધ્ય રાત્રિથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે વહેલી સવારે જોર પકડ્યું હતું અને સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ લુણાવાડામાં વહેલી સવારથી અત્યાર સુધી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જ્યારે વીરપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લુણાવાડાના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક વિસ્તાર, દરકોલી દરવાજા, વરધરી રોડ, જયશ્રીનગર સોસાયટી, લુણાવાડા ગોધરા હાઇવે માર્ગ સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ઢીંચણ સમાં પાણી ભરાયા હતા. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લુણાવાડા શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. ધોધમાર વરસાદ વરસવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. જ્યારે શહેરના ફુવારા ચોક વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહના કારણે ડુંગર વિસ્તારમાંથી માટીનું પણ ધોવાણ થઈ અને રસ્તા ઉપર માટી અને પથ્થર તણાઈને આવ્યા હતા. વીરપુરમાં ધોધમાર વરસાદથી ગ્રામ પંચાયત પાસેના વિસ્તારમાં પાણી ભરાયા છે.
આજે સપ્તાહનો પહેલો દિવસ છે. ત્યારે ચાલુ દિવસે નોકરિયાત વર્ગ તેમજ શાળાએ જતા બાળકો અને વહેલી સવારે ધંધાર્થે જતા લોકો વરસાદમાં અટવાયા હતા. ધમાકેદાર મેઘરાજાની બેટિંગમાં લુણાવાડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
લુણાવાડાની સાથે જિલ્લાના અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખાનપુર તાલુકાના નરોડા ગામે વહેલી સવારે ભારે વરસાદ વરસતા ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને દૂધની ડેરી પર દૂધ ભરાવા જતા લોકો અટવાયા હતા. બીજી તરફ જિલ્લાના વીરપુરમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જિલ્લામાં સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સરકારી ચોપડે નોંધાયેલા આંકડાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ લુણાવાડામાં સાંબેલાધાર સાડા ત્રણ ઇંચ, વીરપુરમાં પોણા ત્રણ ઇંચ, બાલાસિનોર, સંતરામપુરમાં સવા એક ઇંચ, કડાણા, ખાનપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
લુણાવાડા/ માંખલ્યા ગામના બે માસૂમ વિદ્યાર્થીઓના વરસાદના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી મોત
મેઘો મુશળધાર: અરવલ્લી જીલ્લામાં સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો
કાલોલ/ ખડકી ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા એક આધેડ મહિલાનું મોત