ગોધરાના સામલી મહેસુલી તલાટી સમક્ષ કરાયેલા પેઢીનામાંમાં કાળુભાઈ ૨૦૧૨માં મૃત્યુ પામ્યા છે અને ૧૩૫-ડી ની નોટીસમાં પણ તેઓના નામ સામે મૈયત લખાયું છે.!!
ગોધરા તા.
ગોધરાથી અંદાઝે ૧૦ કિ.મી.ના અંતરે આવેલ સામલી ગામની એક ખેતીની જમીનમાં મૃતક મહિલા ખેડૂત ખાતેદારના ભળતા નામે બોગસ વારસદારોના નામનું પેઢીનામું તૈયાર કરીને આ ખેતીની જમીનના હયાત વૃધ્ધ ખેડૂત ખાતેદાર કાળુભાઈ તા.૨૮-૦૩-૨૦૧૨માં અપરણીત બિન ફરજંદ મૃત્યુ પામ્યા હોવાના સામલી ગ્રામ પંચાયતના મહેસુલી તલાટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પેઢીનામાં બાદ કાઢવામાં આવેલ તારીખ વગરની ૧૩૫-ડી ની નોટીસમાં કાળુભાઈના નામ સામે મૈયત લખવામાં આવ્યું છે. સામલીના વૃધ્ધ ખેડૂત ખાતેદાર કાળુભાઈ પોતે પોતાના મૃત્યુથી અજાણ રહીને પોતાના ૮ વારસદાર સદસ્યો સાથે ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા.પરંતુ સામલી ગામે આવેલ તેઓની હાઈવે રોડને અડીને આવેલ ખેતીની જમીનમાં ભૂમાફિયાઓ એ ઘુસી જવાના પેંતરાઓ સાથે તેઓને રેવન્યુ દફતરે મૃત બતાવ્યા છે. અને ગોધરા પ્રાંત કચેરીમાં તેઓના મરણના દાખલા મેળવવા માટે અપીલ દાખલ કરાઈ હોવાની ખબરોથી સ્તબ્ધ થઈ ગયેલા સામલીના આ વૃધ્ધ ખેડૂત ખાતેદાર કાળુભાઈ પોતે જીવિત છે. અને પુત્રોના સપરીવાર સાથે આજે પણ સરકારી દુકાન માંથી અનાજનો જથ્થો લઈ રહયો છું ના રજૂઆતો માટે સોગંદનામા સાથે સરકારી કચેરીઓમાં ન્યાય માટે આંટાફેરાઓ કરી રહયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારીઓ આ સામલી પ્રકરણમાં બહાર આવે એવી સંભાવનાઓના પગલે હું જીવિત છુ ના સોગંદનામાં સાથેની વૃધ્ધ ખેડૂત ખાતેદારની અરજને કોઈ ધ્યાને લેવા તૈયાર જ નથી.
સામલી ગામની એક ખેતીની જમીનના ત્રણ ખેડૂત વારસદારો પૈકી એક અખમબેનનું વર્ષ ૨૦૧૭માં અવસાન થયું હતું અને બે ખેડૂત ખાતેદારો કાળુભાઈ અને રયલીબેન હયાત હતા. આ વારસદારોની જાણ બહાર ભેજાબાજોએ ગોકળપુરા ગામેથી ભળતા નામના મૃતક અખમબેનના મરણના દાખલાના આધારે આ જમીનમાં તાજેતરમાં વારસાઈ હકકે નામો દાખલ કર્યા એમાં રયલીબેનનું નામ પેઢીનામાં માંથી બારોબાર અદ્રશ્ય થઈ ગયું અને આ ખેતીની જમીનના વૃધ્ધ માલીક કાળુભાઈ અવસાન પામ્યા હોવાના ગોધરા પ્રાંત કચેરીમાં અપીલ દાખલ કરીને મરણનો દાખલો માંગવામાં આવ્યો હતો.આ ખબરોથી ચોંકી ગયેલા ખેતીની જમીનના વૃધ્ધ માલીક કાળુભાઈ પોતે જીવિત છે અને મૃત્યુ પામ્યા નથી એવા સોગંદનામા સાથે રજૂઆત કરવા મજબૂર બન્યા હોવા છતાં પણ આ વૃધ્ધ ખેડૂત ખાતેદારની અરજને ધ્યાને લેવા કોઈ તૈયાર જ નથી.!!
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU