- વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની હિન્દુ યુવા સેના તેમજ સાધુ સંતો રેલીમાં જોડાયા….
@paresh Parmar, amreli
સાવરકુંડલામા છેલ્લા ચાર દિવસથી શહેરમા ચાલતા કતલખાનાનો મુદો ગરમ બનેલો છે. અને આજે વિહિપ સહિતના હિન્દુ સંગઠનોએ પાલિકા કતલખાનાને મંજુરી આપવાની હોવાના મુદે ઉગ્ર વિરોધ દર્શાવી ગુરૂવારે રેલીનુ આયોજન કર્યુ છે. જો કે પાલિકા સતાધીશો આવી કોઇ મંજુરીની વાતને જ નકારી રહ્યાં છે.
પાલિકા દ્વારા હંગામી ધોરણે કતલખાના શરૂ કરવાની હલચલ શરૂ થતા પ્રચંડ વિરોધ કરાયો હતો. રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિરેથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી ને ધારાસભ્ય દ્વારા સમર્થન મળ્યું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી રેલી નીકળી હતી. ગેરકાયદેસર કતલખાના બંધ કરવા ગૌ હત્યા બંધ કરવા જેવા બેનરો સાથે મહિલાઓ પણ મેદાનમાં આવી હતી.
અહીં ખાટકીવાસ વિસ્તારમા ભલે કાયદેસરની મંજુરી ન હોય છતા 100થી વધુ દુકાનો ધમધમી રહી છે અને જયાં મચ્છી મટનનુ ખુલ્લેઆમ વેચાણ થાય છે. દરમિયાન ચાર દિવસથી આ મુદેા સોશ્યલ મિડીયામા ગરમ બન્યો છે કે પાલિકા દ્વારા શહેરમા કતલખાનાને મંજુરી આપવામા આવશે. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ આ હિલચાલ સામે ઉગ્ર વિરોધ નોંધાવી તીખી પ્રતિક્રિયા આપી વિરોધ પ્રદર્શનનુ આયોજન કર્યુ છે.
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ