@પી.ડી. ડાભી, તળાજા
તળાજાના પીથલપુર ગામે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ માં પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
તળાજાના પીથલપુર ગામે નગર પ્લોટ વિસ્તાર માં રહેતા ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈ નું કુદરતી મૃત્યુ થયુ હતું. જેમાં ભોપાભાઇ ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા પાસે તેમને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો કરાવેલ હતો આથી ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈને કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ભોપાભાઈએ પ્રીમિયમ 342 PMJJY પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજનાનું ભરેલ હતું આ પ્રીમિયમ આખા વર્ષ નું પ્રીમિયમ 436 છે તેમના પત્ની વારસદાર ભરવાડ હકુબેન ભોપાભાઇ ના એકાઉન્ટ માં વીમા ની રકમ જમાં થઈ ગઈ છે
એસ બી આઇ બેંક પીથલપુરના બ્રાન્ચ મેનેજર સિધ્ધાર્થ સાગર અને જતીનભાઈ દવે દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે સરકારના પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા અને પ્રધના મંત્રી સુરક્ષા વીમા યોજના અચૂક કરાવવા જોઈએ. આ તકે ભરવાડ હકુબેન ભોપાભાઇ એ બેંક અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે